પશુઓની હેરફેર કરી રહેલા ત્રણ વ્યક્તિઓને ટેમ્પો સાથે ઉચ્છલ પોલીસે ભડભૂંજા ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડયા હતા.પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ક્રૂર રીતે બાંધેલ ૭ ભેંસ અને ૧ નાનું પાડીયું મળી કુલ ૮ પશુઓને છોડાવ્યા હતા.
મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાનાં ભડભૂંજા ચેકપોસ્ટ પાસે આજરોજ શંકાસ્પદ નજરે પડતો આઇસર ટેમ્પો નંબર જીજે/૧૪/એક્સ/૨૫૨૮ માં ચેકિંગ હાથ ધરતા ટેમ્પો માંથી ૭ ભેંસ અને ૧ નાનું પાડીયું મળી કુલ ૮ પશુઓ ક્રૂરતા પૂર્વક ભરેલા હતા.
ટેમ્પોમાં કોઈ પણ પ્રકારની ઘાસ કે પાણીની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પોલીસે ટેમ્પો ચાલક સહિત કુલ ૩ વ્યક્તિઓની અટક કરી તેઓની પાસેથી ૩ લાખ કિંમતનો આઇસર ટેમ્પો અને પશુઓ મળી કુલ ૩ લાખ ૭૧ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઉચ્છલ પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી અન્ય ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
પશુઓની હેરાફેરી મામલે ઉચ્છલ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ
(૧) ઇલિયાશ ઇસ્માઇલ શાહ રહે,કણજા ફાટક,વ્યારા
(૨) અશોક સઁતોષ ચૌહાણ રહે,પુલ ફળિયું,બાજીપૂરા-વાલોડ
(૩) ભરત રામચન્દ્ર બેલઘર રહે,હરસુણા, ધુલિયા (મહારાષ્ટ્ર)
વોન્ટેડ આરોપીઓ
(૧) સંભાભાઈ લાલા બેલઘર રહે,હરસુણા, ધુલિયા (મહારાષ્ટ્ર)
(૨) શાદુળ પુનાભાઈ રબારી રહે,પુલ ફળિયું,બાજીપૂરા-વાલોડ
(૩) લાલાભાઈ સાહેબરાવ બેલઘર રહે,હરસુણા, ધુલિયા (મહારાષ્ટ્ર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500