Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ સહિત 6 શહેરમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું : આગામી 4 દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે

  • May 01, 2022 

ગુજરાતમાં આગઝરતી ગરમી યથાવત રહી છે અને ગતરોજ 6 શહેરમાં પારો 43 ડિગ્રીને પાર થયો હતો. જયારે 44 ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં 43.3 ડિગ્રીએ પારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી.



જોકે, ત્યારબાદના 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3  ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જોકે અમદાવાદમાં 43.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં ગત રાત્રિનું તાપમાન 28.4  ડિગ્રી નોંધાયું હતું.


જોકે આગામી પાંચ દિવસ અમદાવાદમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે. અમદાવાદમાં ચાર દિવસ બાદ તાપમાન 44થી નીચે નોંધાયું હતું. જોકે, બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેવો અનુભવ યથાવત્ રહ્યો હતો. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં તા. 7મેથી ગરમીનું જોર ફરી વધશે અને તાપમાન 45 ડિગ્રી જઇ શકે છે.



રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગાંધીનગરમાં પણ પારો 45 ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં ગતરોજ બપોર દરમિયાન આકાશમાંથી અગનગોળા પડતાં અસહ્ય ગરમી અનુભવાઇ હતી. જેના કારણે બપોરના અનેક માર્ગો સૂમસામ થઇ ગયા હતા જયારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ભલે 43.3  ડિગ્રી નોંધાયું હોય પણ 45 ડિગ્રીથી વધુ તાપમાન હોય તેવી ગરમી અનુભવાઇ હતી. સાંજના સમયે વાતાવરણમાં પરિવર્તન આવતાં પવન ફૂંકાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application