ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત રહ્યું છે અને ગતરોજ 7 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર થયું હતું. 43.2 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં આગામી 4-5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો નોંધાઇ શકે છે. આગામી બુધવાર અને ગુરુવારે સુરત, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ-દીવ, શુક્રવારથી રવિવાર બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબદંર, જુનાગઢ, અમરેલી અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.'
અમદાવાદમાં 42.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી તા.29 અને 30 એપ્રિલનાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઇ શકે છે. આગામી તા.1 મે સુધી અમદાવાદમાં પારો 43 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત્ છે અને અમરેલી, જુનાગઢ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ ગતરોજ પારો 42ને પાર નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500