Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેલિકોમ કંપની વોડાફોન પોતાના 11,000 કર્મચારીઓને છુટા કરશે

  • May 17, 2023 

અગ્રિમ ટેલિકોમ કંપની વોડાફોન ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, તેથી આગામી ત્રણ વર્ષમાં તે વૈશ્વિક સ્તરે પોતાના 11,000 કર્મચારીઓને ઓછા કરવાની યોજના બનાવી રહી છે. તો, ઇ-કોમર્સ કંપની એમેઝોન ઇન્ડિયામાંથી 500 કર્મચારીની છટણી કરી દેવાઈ છે. વોડાફોનનાં સીઇઓ માર્ગરિટા ડેલા વેલાએ માહિતી આપતાં કહ્યું કે ટેલિકોમ ગ્રૂપને સરળ બનાવવા માટે કર્મચારીઓની છટણી કરવામાં આવશે.



માર્ગરિટાએ કહ્યું કે કંપનીની કમણી પર ધ્યાન આપવામાં આવ્યું છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ નાણાવર્ષમાં કંપનીની કમાણી ખૂબ ઓછી રહેશે અથવા એમાં કોઈ પ્રકારની વૃદ્ધિ નહીં નોંધાય. બીજી તરફ વોડાફોનનું સૌથી મોટું બજાર જર્મની છે અને કંપની ત્યાં પણ ખરાબ પ્રદર્શન કરી રહી છે. માર્ગરિટાએ કહ્યું કે અમે નોકરીકાપ એટલા માટે કરીએ છીએ, કેમ કે, અમને કોઈ વિકાસ દેખાતો નથી. આવનારા સમયમાં ગ્રાહકોને સારી સુવિધા પ્રદાન કરવા માટે અમે ગ્રૂપને સરળ બનાવવાની કોશિશ કરીશું. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના આરંભે વોડાફોને ઇટાલીમાં 1000 કર્મચારીની છટણી કરી હતી, તો જર્મનીમાં તે 1300 કર્મચારીની છટણી કરવા ધારે છે.


બીજી તરફ એમેઝોન ઇન્ડિયાએ પોતાના ક્લાઉડ ડિવિઝન એડબ્લ્યુએસની સાથોસાથ પીપલ એક્સપીરિયન્સ એન્ડ ટેક્નોલોજી સોલ્યુશન્સ (એચઆર) અને સપોર્ટ વર્ટિકલમાંથી અંદાજે 500 કર્મચારીઓની છટણી કરી દીધી છે. જાણકારોનું કહેવું છે કે ભારતમાં કરાયેલી આ છટણી એમેઝોનના સીઇઓ એન્ડી જેસી દ્વારા માર્ચમાં કરવામાં આવેલી 9000 છટણીની ઘોષણાનો એક ભાગ છે. આની પહેલાં જાન્યુઆરીમાં આ ઇ-કોમર્સ કંપનીએ 18,000 કર્મચારીની છટણી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application