Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની વેબસાઈટ પર 6000થી વધુ વખત હુમલો થતાં ટીમ એલર્ટ

  • December 07, 2022 

દિલ્હી AIIMSનાં સર્વર હેક કરવાનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે, સાયબર હેકર્સે હવે ICMRની વેબસાઈટ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. AIIMS પછી, સાયબર હુમલાખોરોએ હવે ભારતમાં અન્ય આરોગ્ય અને સંશોધન સંસ્થાઓની વેબસાઇટ્સ અને દર્દીની માહિતી પ્રણાલીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. NIC એટલે કે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરનાં એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તા.30 નવેમ્બરે સાઈબર હેકર્સે ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની વેબસાઈટ પર 24 કલાકનાં ગાળામાં 6000થી વધુ વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.



જ્યારે ICMR વેબસાઇટ પર હુમલો કરનારા હુમલાખોરોની વિગતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ કહ્યું કે ICMR વેબસાઇટ પરના આ હુમલાઓ હોંગકોંગથી કરવામાં આવ્યા હતા. જોકે, સાયબર હુમલાખોરોને બ્લોક કરવામાં આવ્યા હતા અને તેઓ તેમના નાપાક ષડયંત્રમાં સફળ થઈ શક્યા ન હતા. અધિકારીએ કહ્યું કે અમે આ અંગે ટીમને એલર્ટ કરી દીધી છે. જો વાયરસથી ફાયરવોલ સિસ્ટમનું રક્ષણ કરવા માટેની સુરક્ષા વ્યવસ્થામાં કેટલીક ખામીઓ હતી, તો હેકર્સ વેબસાઈટની સુરક્ષાને તોડવામાં સફળ થઈ શકે છે.




તે દરમિયાન ICMR અધિકારીઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીનાં  જણાવ્યા અનુસાર NICએ સરકારી સંસ્થાઓને ફાયરવોલ અપડેટ રાખવા જણાવ્યું છે. તેમણે કહ્યું, NICની માર્ગદર્શિકાનું નિયમિતપણે પાલન કરવું પડશે. સરકારી સંસ્થાઓને ઓપરેટિંગ સિસ્ટમનાં  સિક્યોરિટી પેચને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે 2020થી આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર સાયબર હુમલામાં વધારો થયો છે. ICMR વેબસાઇટ હવે સુરક્ષિત છે. સાઇટ NIC ડેટા સેન્ટર ખાતે હોસ્ટ કરવામાં આવી છે, ફાયરવોલ NIC તરફથી છે અને નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. NIC ને સાયબર હુમલા અંગે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને અહેવાલ આપ્યો છે કે આ હુમલાને હવે અટકાવવી દેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application