સુરત શહેરમાં વ્હોટ્સએપ ઉપર પ્રિયા શર્મા નામે આવેલા મેસેજ ઉપર વાતચીત અને વિડીયો કોલ કરનાર પુણા વિસ્તારમાં રહેતા સ્કૂલ શિક્ષકને કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ મોકલાવી ભેજાબાજ ટોળકીએ યુ-ટ્યુબ, ફેસબુક અને ટ્વીટર ઉપરથી વિડીયો અપલોડ થયો છે તે ડિલીટ કરવાના બહાને ટુક્ડે-ટુક્ડે રૂપિયા 53 હજાર પડાવી લઇ વધુ પૈસાની માંગણી કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાય છે. મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અને હાલ પુણા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સ્કૂલ શિક્ષક પિયુષ (નામ બદલ્યું છે)ના વ્હોટ્સએપ ઉપર ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પ્રિયા શર્મા નામે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.
પિયુષે મેસેજ ઉપર વાતચીત કર્યાની ગણતરીની મિનીટોમાં વિડીયો કોલ આવ્યો હતો જેમાં અજાણી મહિલા ન્યુડ હતી જેથી ગણતરીની મિનીટમાં જ પિયુષે કોલ કટ કરી દીધો હતો. કોલ કટ કરતા વેંત મહિલાએ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ મોકલાવ્યું હતું. જેમાં પિયુષના ન્યુડ ફોટાનો વિડીયો યુ-ટ્યુબ ઉપર વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી પરંતુ પિયુષે આપ્યા ન હતા. દરમિયાનમાં બે દિવસ બાદ વિક્રમ રાઠોડ નામે મેસેજ આવ્યો હતો અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમ ઓફિસ ઓફીસર તરીકે આપી તારા વિરૂધ્ધમાં મારી પાસે એક ન્યુડ વિડીયોનો કેસ આવ્યો છે, એક મોબાઇલ નંબર આપી તેની ઉપર યુ-ટ્યુબ કંપનીના રાહુલ શર્મા નામના ઓફિસર સાથે વાત કરી કેસ ક્લોઝ કરાવવા કહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application