તાપી જીલ્લા પંચાયત સંચાલિત કમાલછોડ (બાજીપુરા) ગામની શાળામાં બાળકો ને ભણવા બોલાવવામાં આવ્યા હતા, જેને લઇ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે,
હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા કોરોના વાયરસના પગલે શાળા અને કોલેજો બંદ રાખવા સરકારનો આદેશ છે, પરંતુ સરકારના નિયમોના ધજાગરા ઉડાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, તાપી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાલોડ તાલુકાના બાજીપુરા (કમાલછોડ) ગામની નદીપાર શાળામાં કે જ્યાં કોરોનાકાળ વચ્ચે પણ બાળકોને શાળાએ ભણાવા બોલાવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે,
બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો તો જવાબદાર કોણ ??
બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો તો જવાબદાર કોણ ?? જીલ્લાની આવી કેટલી શાળામાં બાળકોને બોલવામાં આવી રહ્યા છે, તસ્વીરમાં જોઈ શકાય છે શિક્ષકો સહિત નાના બાળકો માસ્ક વગર નજરે પડી રહ્યા છે, ત્યારે બાળકોને શાળામાં બોલાવવામાં આવતા જીલ્લા પંચાયત તાપી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ની ઘોર બેદરકારી પ્રતીત થઇ રહી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500