Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ગુનખડી માંથી શિક્ષકની સ્વીફ્ટ કાર ચોરાઈ

  • December 07, 2020 

વાલોડ તાલુકાના શિકેર ગામની આશ્રમ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને સોનગઢના ગુનખડી ગામના દૂધ ડેરી ફળીયામાં રહેતા અશ્વિનભાઈ ધનાભાઈ ચૌધરીએ સ્વીફ્ટ કારની ચોરી થઇ હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ ને કરી છે.

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ગુનખડી ગામના દૂધ ડેરી ફળીયા-ડેરીની બાજુમાંથી તા.6-ડીસેમ્બર નારોજ અશ્વિનભાઈ ચૌધરીની સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડી નંબર જીજે/26/એ/5843 ની કોઈ અજાણ્યા ચોર ઇસમે અશ્વિનભાઈની મહિના પહેલા ખોવાયેલ ચાવી, ક્યાંક ઘરમાં કે બહાર તેમજ ક્યાંક મુકાય ગયેલ હોય, જે ચાવી થી ચોર ઇસમે કારનો લોક ખોલી ફોર વ્હીલ ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ અશ્વિનભાઈ એ સોનગઢ પોલીસને કરી હતી જેમની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application