Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીવાના પાણીની વારંવારની તકલીફથી વેરો ભરતી પ્રજા હેરાન, કાયમી ઉકેલ લાવવા તંત્ર પાસે માંગ

  • December 27, 2020 

રાજપીપળાના આરબ ટેકરા વિસ્તારમાં પાણીની લીકેજ લાઈન સરખી કરાઈ નથી ત્યાં આજે વડ ફળીયા અન્ય વિસ્તારોમાં પણ વાલ બગડતા પાણીની તકલીફ ઉભી થઈ. રાજપીપળા નગર-પાલિકા દ્વારા વેરો વધારો કરાયા બાદ પણ પાયાની સુવિધા યોગ્ય મળતી નથી જેમાં ખાસ કરીને સ્ટેટ સમયની પાણીની લાઈનોમાં વારંવાર ભંગાણ થતા પીવાના પાણીની અનેક વિસ્તારોમાં તકલીફ જોવા મળી રહી છે.

 

 

 

જેમાં હાલ છેલ્લા ચારેક મહિનાથી આરબ ટેકરા વિસ્તારમાં પાણીની લીકેજ લાઈન બે દિવસ પહેલા મરામત માટે ખોદાઇ છે. પરંતુ, કામગીરી આગળ વધી નથી ત્યાં આજે ફરી સફેદ ટાવર અને લાલ ટાવર પરના વાલ બેસી જતા આજે અનેક વિસ્તારોમાં પાણીની બુમાબુમ સંભળાઈ હતી. આમ, વારંવાર લાઇન લીકેજ કે વાલ બગડવાની તકલીફ જોવા મળતા આનો કોઈ કાયમી ઉકેલ નગર-પાલિકા સત્તધીશો લાવી વેરો ભરતી પ્રજાની મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application