મહિલાઓને તેમની સુંદરતા માટે ઘણી કોમેન્ટ્સ અને કોમ્પ્લીમેન્ટ્સ મળે છે, પરંતુ ક્યારેક તેમને ટોણા પણ સાંભળવા પડે છે. આવા જ એક મામલામાં કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે, “જો કોઈ પતિ તેની પત્નીના દેખાવ અંગે તેને ટોણો મારતો હોય અથવા તેની સરખામણી અન્ય કોઈ સાથે કરે છે, તો આ એક પ્રકારની માનસિક ક્રૂરતા છે. એક સ્ત્રી પ્રત્યે આવા વર્તનની અપેક્ષા રાખી શકાય નહીં. કોર્ટ 13 વર્ષ પહેલા દાખલ થયેલા છૂટાછેડાનાં કેસની સુનાવણી કરી રહી હતી.
તે દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે ક્રૂરતાના આધારે દંપતીને છૂટાછેડાની મંજૂરી આપી હતી. ફેમિલી કોર્ટે બંનેને છૂટાછેડા આપી દીધા હતા, પરંતુ પતિએ આ આદેશ સામે હાઈકોર્ટમાં ગયો હતો. છૂટાછેડા માટેની પોતાની અરજીમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, 2009માં લગ્ન કર્યા બાદથી તેનો પતિ તેને શારીરિક રીતે આકર્ષક લાગતો નથી. પોતાની અરજીમાં મહિલાએ કહ્યું કે, તેના પતિના કહેવા પ્રમાણે તે તેના માટે નફરતનો વિષય બની ગઈ છે.
જોકે મહિલાએ જણાવ્યું કે તેના પતિને આવુ લાગે છે અને તેણે ઘણી વખત કહ્યું છે કે, તે તેના પતિની અપેક્ષા જેટલી સુંદર નથી અને તે જે મહિલાઓને ઓળખે છે અથવા મળ્યો છે તેટલી સુંદર નથી. મહિલાના જણાવ્યા અનુસાર લગ્ન બાદ બંને માંડ એક મહિના સુધી સાથે રહ્યા છે. પતિ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતા કોર્ટે અવલોકન કર્યું કે ક્રૂરતાની વ્યાપક વ્યાખ્યા આપવી મુશ્કેલ છે, કારણ કે તે સામાજિક ખ્યાલો અને જીવન ધોરણમાં બદલાવ સાથે બદલાય છે. કોર્ટે કહ્યું કે,"સતત ગેરવર્તણૂક, બિન-વૈવાહિક સંભોગ, પત્ની પ્રત્યે પતિની ઉદાસીનતા અને પત્નીનો અયોગ્યતાનો દાવો એ તમામ પરિબળો છે જે માનસિક અને કાનૂની ક્રૂરતા તરફ દોરી જાય છે,"
વધુમાં કોર્ટે કહ્યું કે, શારીરિક ક્રૂરતાના મામલામાં પુરાવા સ્પષ્ટ દેખાય છે, પરંતુ માનસિક ક્રૂરતાના કિસ્સામાં એવું નથી. ક્રૂરતા સાબિત કરવા માટે, ફરિયાદમાં વજન હોવું આવશ્યક છે, જેથી તે નિષ્કર્ષ પર આવી શકે કે પતિ અને પત્ની સાથે રહેવાની અપેક્ષા રાખી શકાતી નથી. દુર્વ્યવહાર અને મૌખિક દુર્વ્યવહાર માનસિક ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. તેનાથી સામેની વ્યક્તિની શાંતિમાં સતત ખલેલ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500