Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય શેરબજારમાં ટાટા પાવરના શેરના ભાવમાં વધારો, રોકાણકારોના રૂપિયા ડબલ થયા

  • March 08, 2024 

ટાટા પાવર કંપની લિમિટેડ વીજળીના ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલી છે. તેનો ઉદ્દેશ્ય સંપૂર્ણપણે નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા વીજળીનું ઉત્પાદન કરવાનો છે. કંપની સોલાર રૂફ અને પેનલનું પણ ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ટાટા પાવર વર્ષ 2025 સુધીમાં 1 લાખ EV ચાર્જિંગ સ્ટેશન બનાવવાની યોજના ધરાવે છે. કંપની ભારતની સૌથી મોટી વર્ટીકલ ઈન્ટ્રીગ્રેટેડ પાવર કંપની છે. ટાટા પાવરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.


કંપનીને મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન પાસેથી ટેરિફ વધારવાની મંજૂરી મળી છે. નાણાકીય વર્ષ 2204-2025 માટે 24 ટકા સરેરાશ ટેરિફ વધારાને મંજૂરી આપવામાં આવી છે. જેની અસર ટાટા પાવરના શેરમાં આજે જોવા મળી હતી. ટાટા પાવરના શેર આજે 7 માર્ચના રોજ 33.50 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 396 રૂપિયા ના સ્તર પર ખુલ્યો હતો અને 433.30 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 8.48 ટકાના વધારા સાથે 428.45 રૂપિયા પર બંધ થયો હતો.


શેરનું 52 વીકનું હાઈ લેવલ 433.30 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 182.35 રૂપિયા છે. છેલ્લા 6 મહિનામાં ટાટા પાવરના શેરે ઈન્વેસ્ટર્સને 159.60 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 59.36 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 102.82 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 217.20 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 512.07 ટકાનું રિટર્ન આપ્યું છે. ટાટા પાવરમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 46.9 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 26.9 ટકા છે. કંપનીમાં કુલ 39,80,328 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 1,35,786 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 52,526 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 3424 કરોડ રૂપિયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application