Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીમનાં કુડસદ ગામે મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર

  • November 27, 2024 

સુરત જિલ્લાનાં કીમ નજીક કુડસદ ગામે મોડી રાત્રે ત્રાટકેલા તસ્કર દ્વારા મંદિરને નિશાન બનાવી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જવા મામલે કીમ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, કીમ સહિત આસપાસનાં ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો દ્વારા ગામોને નિશાન બનાવી એક પછી એક ચોરીની ઘટનાઓને ઠંડે કલેજે અંજામ આપી રહ્યા છે.


ત્યારે કીમ નજીકના કુડસદ ગામે મોડી રાત્રે તસ્કર સમૂહ વસાહત વિસ્તારમાં આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરનાં દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી દાનપેટીનું તાળું તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે વહેલી સવારે મંદિરનાં પૂજારીને ચોરી થયાનું જણાતા ગ્રામજનોને જાણ કરી હતી અને સીસીટીવી કેમેરા ચેક કરતા તસ્કર મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરતો નજરે પડયો હતો. ચોરીની ઘટના અંગે કીમ પોલીસને જાણ કરવામાં આવતા બનાવના સ્થળે પહોંચેલી પોલીસે હાલ ગુનો નોંધી CCTV ફૂટેજનાં આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application