બારડોલીમાં એક ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે હોસ્પિટલના મેઈન ગેટ પાસે આકાશને ચૂમતો એક મોટા સ્તંભ પર રાષ્ટ્રધ્વજને માનભેર ફરકાવવામાં આવ્યો હતો,આ રાષ્ટ્રધ્વજ મેલો તેમજ કેટલાંક સ્થળો પર ફાટી ગયેલો નજરે પડી રહ્યો હોવાનો અહેવાલ ગતરોજ તાપીમિત્ર અખબારની જિલ્લાની નંબર-૧ ગુજરાતી ન્યુઝ વેબસાઈટ www.tapimitra.com પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેના પગલે ફાટેલો રાષ્ટ્રધ્વજ તાબડતોબ નીચે ઉતારી લેવાની ફરજ પડી છે.
સુરતના બારડોલીમાં તાપીમિત્રના અહેવાલની અસર જોવા મળી છે,બારડોલીમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર ત્રણવલ્લા બ્રીજ નજીક આવેલ ઓમ સાંઈરામ કાર્ડિયાક અને મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલના મેઈન ગેટ પર ફરકાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજ કિનારીના ભાગેથી ફાટી ચુક્યો હતો અને ઘણો મેલો પણ થઇ ગયો હતો. જે બાબતે તંત્રનું ધ્યાન દોરતો એક અહેવાલ તાપીમિત્ર અખબારની વેબસાઈટ www.tapimitra.com પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.જેની સીધી અસર જોવા મળી છે,
તાપીમિત્ર અખબારની વેબસાઈટ www.tapimitra.com અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાની સાથે જ હોસ્પિટલના સંચાલકોને ફાટેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવાની ફરજ પડી છે. જોકે ફાટેલો રાષ્ટ્રધ્વજને ફરકતો રાખવાની દુર્લક્ષતા દાખવવા બદલ હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500