Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સાહેબ અડધો કલાક માસ્ક પહેરવાથી મને તકલીફ થાય છે...દંડ નહી ભરું-વિડીયો થયો વાયરલ

  • January 07, 2021 

હમણાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને સામાન્ય પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરી એક વાર માસ્કને લઈને સામાન્ય નાગરિક અને પોલીસ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે.

 

 

 

મોઢે માસ્ક ન પહેરેનાર નાગરિક પાસે દંડ વસુલાત કરતા પોલીસકર્મીઓ સાથે થયેલ જીભાજોડીનો એક વીડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક નાગરિક પોતાને માસ્ક પહેરવાથી થતી તકલીફો જણાવી રહ્યો છે, જોકે પોલીસ પણ તે નાગરિક ને દંડ ભરી દેવા માટે જણાવી રહી છે, બંને વચ્ચે થયેલ બોલચાલીનો વીડીયો હવે સોશિયલ મીડિયામાં ખુબ થઇ રહ્યો છે.

 

 

નાગરિક - મને માસ્ક પહેરવાથી તકલીફ થાય છે હું અડધો કલાક માસ્ક પહેરું છું એટલે મારું ટેમ્પરેચર વધે છે સાહેબ હું માસ્ક નથી પહેરવાનો

પોલીસ -તો કઈ વાંધો નથી, હા તો જાહેરનામું

નાગરિક – માસ્ક નથી પહેરવાનો, મેં માસ્ક નથી પહેરવાનો સાહેબ

પોલીસ - દંડ ભરી દો તમે

નાગરિક - દંડ ના ભરું મેં, દંડ સાનો ભરું મેં, દંડ શેનો ભરવાનો,કોરોના લાગશે તો મને લાગશે હું મારી જઈશ

પોલીસ - તમારી જવાબદારી છે..

નાગરિક - મારી જવાબદારી છે, મારી જવાબદારી છે તો સાહેબ કેમ બોલે સાહેબ ને સમજાવો, સાહેબ તમારું જાહેરનામું છે બરાબર છે મેં માનું છું સરકારને કહું છું તમને નથી કહેતો મેં, સાહેબ તમને નથી કહેતો મેં,

પોલીસ - પણ હુંએ તમને કહું છું ને 1000 રૂપિયા દંડ ભરી દો..

નાગરિક - સાહેબ હું તમને નહિ કહેતો..

પોલીસ - તમે માસ્ક નથી પહેર્યું....

નાગરિક – માસ્ક નથી પહેર્યું, માસ્ક નથી પહેર્યું મને ટેમ્પરેચર થાય છે એની સરકાર જવાબદારી લેશે એ મને બતાવો

પોલીસ - તમને જાહેરનામું લાગુ પડે કે ના પડે ??

નાગરિક - મને લાગુ પડે જાહેરનામું, જાહેનામું સરકાર કરે .....પણ મારી જવાબદારી તમે લેસો ? સરકાર લેશે એ તમે મને બતાવો , તમે મને સજા આપી દો, સાહેબ મને સજા આપી દો, સાહેબ તમે મને સજા આપી દો, આ મારો માસ્ક છે, આ મારો માસ્ક છે, માસ્ક છે

પોલીસ - તમે પહેર્યો કેમ નથી ??

નાગરિક - નહિ પહેરું હું, નહિ પહેરું

પોલીસ - કઈ વાંધો નઈ

નાગરિક – નહી પહેરું..

પોલીસ - કઈ વાંધો નઈ

નાગરિક - કારણ કે હું માસ્ક પહેરું છું તો મારું ટેમ્પરેચર વધે છે..

પોલીસ – ભાઈ મારે નથી જોવાનું આના હજાર ઓલાના હજાર..

નાગરિક - હું નહિ આપું, હું કોર્ટ માં જઈશ,

પોલીસ - જ્યાં જાઉં હોય ત્યાં જજો..

નાગરિક - મને માસ્ક પહેરવાથી તકલીફ થાય છે, હું કોર્ટમાં જઈશ

પોલીસ - જ્યાં જાઉં હોય ત્યાં જજો  ..

નાગરિક - અમારે ચાહ પીવી હોય તો માસ્ક પહેરવું પડે ??

પોલીસ - ચાહ ક્યાં છે તો ??

નાગરિક - આ હું બંને છે પાણી પીધું અત્યારે,પાણી પીધું, પાણી પીવા માસ્ક ઉતારેલું, તમારા અહિયાં પોલીસો ઠગલા વળી રહેતા છે ને આ લોકો પણ માસ્ક નથી પહેરતા આમ જ રહે છે નાક ની નીચે રહે છે, .....આ લોકોનું લૂટવાનું સરકાર બંધ કરે,..... લોકોનું લૂટવાનું સરકાર બંધ કરે.

પોલીસ - લાઈવ છે ને ??

નાગરિક - હા રે લાઈવ છે, મને કેટલી વાર પોલીસ વાળા રોકે છે મેં આપ્યા નથી હજી સુધી કોઈને, મને ટેમ્પરેચર વધે છે, હું મારી જઈશ તો સરકાર મારી જવાબદારી લેશે સાહેબ....

પોલીસ -તમારી જવાબદારી કોઈ ના ઉઠાવે..

નાગરિક – કોઈ ના લે તો હું ના પહેરું, હું મરી જઈશ તો હું મરી જઈશ, કોરોના મને લાગશે, હું પાણી પીવા માટે,

પોલીસ - જાહેરનામું તમને લાગુ નથી પડતું ??

નાગરિક - મને લાગુ પડે છે પાણી પીવા માટે નથી, આ માસ્ક છે માસ્ક

પોલીસ - પહેર્યું છે તમે, પહેરેલું છે તમે માસ્ક ??

નાગરિક - પહેરેલું નથી હું પહેરવાનો નથી મારા ખિસ્સા માં છે..

પોલીસ – ખિસ્સા માં રાખવા માટે છે ??

નાગરિક – ખિસ્સા માં રાખવા માટે નથી સાહેબ, મને માસ્ક પહેરું ને તો મને ટેમ્પરેચર વધે છે, ટેમ્પરેચર વધશે અને હું પ્રેશર વાળો છું,સુગર વાળો છું અને મરી જઈશ તો સરકાર મારી જવાબદારી લેશે કે,એમ પૂછું છું સરકારને, તમને નથી કહેતો મેં સાહેબ, સરકાર એવી ગાઈડ લાઈન બનાવે છે લોકોને હજાર-હજાર રૂપિયા અને પાંચસો-પાંચસો રૂપિયાની દંડ કરે છે, આટલા બધા ફરે છે, પાણી પીવા ત્યારે છોડવું પડે છે, ચાહ પીવા ત્યારે છોડવું પડે..

3rd person -  આ છોડ્યું  ને મોકા પર તમે આવી ગયા..

નાગરિક - આ મોકા પર નઈ વિજયભાઈ આ લોકો હું ખોટું નથી બોલતો, જ્યારે વધારે દબાણ હોય ને સાહેબ ત્યારે રોડ પર નીકળું છું ત્યારે ગાડીમાં બેસેની હું પહેરું છું..

પોલીસ - અત્યારે તમે કોઈ ઓફિસે બેઠા છો ?? આ ઓફીસ નથી સાહેબ, આ ચાય ની લારી છે..

નાગરિક - હા તો આટલા બધા, સાહેબ ચાની લારી છે, ચાહ ની લારી છે

પોલીસ - આજુબાજુ આટલા બધા માણસો ઉભા છે તો પણ તમે માસ્ક નથી પહેર્યો

નાગરિક – માસ્ક પેરવાનો નિયમ ક્યારે છે જ્યારે ભીડ-ભાડ વાળી વસ્તુ હોય ને, ભીડ નથી, આ ભીડ નથી. ભીડ નથી સાહેબ, આજે કેટલા પ્રોગ્રામ કરે છે હું લાઈવ કરું છું

પોલીસ - હા લાઈવ કરો તમે, લાઈવ કરો ભલે કરો

નાગરિક - હું કરું છુ કેટલા બધા દંગા થાય છે ત્યારે આજે મને કેટલી વાર 5-6 વખત મને દંડ કરવામાં આવેલ હતો પણ હું નથી ભરતો

પોલીસ - ભરવા પડે એમ ના ચાલે ને

નાગરિક - કેમ, કેમ મને પ્રેશર વધે છે એનું શું, ટેમરેચર વધે એનનું હું,

પોલીસ - તો તમારે ઘરમાં રેવું જોઈએ

નાગરિક - કેમ ઘરમાં રેવું પડે, મારે મહેનત મજુરી નથી કરવી, મને કોણ ખવડાવશે સરકાર ખવડાવશે

પોલીસ - એ તો તમારે જોવાનું

નાગરિક - એ તો તમારે જોવાનું, મારે દંડ નથી ભરવો, નથી ભરવો સાહેબ

પોલીસ - અમે લઈશું દંડ

નાગરિક - હું નહી ભરું

પોલીસ - અમને આવડે છે

નાગરિક - હા તમને આવડે છે સરકારના, સરકારના ગાઈડ લાઈન પ્રમાણે તમે કરશો ને બીજું હું કરશો મને, મને જેલમાં પુરી દેશે.... 

પોલીસ – હા..

 

નાગરિક - કારણ કે હું ત્યાં જવાબ આપીશ, પાણી પીવા ત્યારે છોડવું પડે, પાણી પીવા ત્યારે છોડવું પડે લોકો અને ચાહ પીવા ત્યારે છોડે, આ માસ્ક છે એ કઈ પહેરી થોડી રાખવાના, ભીડ ભાડ વાડી વસ્તુમાં આ થાય છે અને બીજું સાહેબ જુઓ માસ પહેરવાથી કોરોના રોકાય છે એવું મને આ સરકાર સાબિતી કરી બતાવે માસ્ક પહેરવાથી સાબિતી કરી બતાવે કે કોરોના નહિ લાગે, આ માસ્ક પહેરે તો પણ કોરોના લાગી જાય છે સાહેબ, આ સરકાર છે ને કાયદા બનાવે  છે, આ સરકારે કાયદા બદલવા જોઈએ, આ સરકારે કાયદા બદલવા જોઈએ, સરકાર છે ધંધો કરે લારીઓ વાળા કરે બધા જ કરે, બધા જ કરે છે આ તમે જતા રે એટલે માસ્ક ઉતરી જાય..

 

 

 

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે હાલ તો રસી કે અન્ય કોઈ નીરાકરણ ન હોવાથી સોશિયલ ડિસ્ટન્સીંગ અને ફરજિયાત માસ્ક  અને કરફ્યુ  જેવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે વારંવાર પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે..

 

 

 

આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર  સોનગઢ પોલીસે માસ્ક વગર દુકાન પર ઉભેલા એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિક વચ્ચે બોલાચાલી થઈ હતી, જોકો વાયરલ વિડીયો અંગે તાપીમિત્ર પુષ્ટિ કરતું નથી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application