ઉચ્છલ-સોનગઢ નેશનલ હાઇવે માર્ગ પરથી કારમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂના મુદ્દામાલ સાથે બે જણાને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે. આ બનાવમાં પકડાયેલા આરોપીઓ પાસેથી દારુ અને મોબાઈલ ફોન તેમજ કાર મળી કુલ રૂપિયા ૪.૯૬ લાખનો મુદ્દામાલ ક્બ્જે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ તાપી એસપી દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર તા.૧૮/૦૫/૨૦૨૩ નારોજ તાપી જિલ્લા એલસીબીના પીઆઈ આર.એમ. વસૈયા, પીએસઆઈ પી.એમ.હઠીલા તથા સ્ટાફના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સાથે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને અજયભાઈને સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના પાંખરી ગામ પાસે વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળી એક કાર નંબર જીજે/૦૫/જેપી/૩૬૯૪ની આવતા તેને અટકવાની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૩૬૯ જેની કિંમત રૂપિયા ૧,૮૬,૧૨૦/-નો પ્રોહી મુદ્દામાલ સાથે (૧) નીતિન દિલીપભાઈ પટેલ રહે,અંબાચ ગામ પટેલ ફળિયું તા.પારડી-વલસાડ (૨) જીગર ઈશ્વરભાઈ પટેલ રહે.મોટી વાંકડ સ્કુલ ફળિયું નાની દમણ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા બને આરોપીઓ પાસેથી ઈંગ્લીશ દારુ કુલ બોટલો નંગ-૩૬૯ તથા મોબાઈલ નંગ-૨ કાર મળી કુલ રૂપિયા ૪,૯૬,૧૨૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની વધુ તપાસમાં દારૂ આપનાર પંકજ ઉર્ફે લાલુ રહે.નરોલી અને દારુ માંગવાનાર કૃણાલ રહે.પલસાણા બંને જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500