ડોલવણના એક ગ્રામ્ય વિસ્તારમાં રેહતી યુવતી એક યુવક સાથે સોસીયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવી હતી, બાદમાં બને વચ્ચે પ્રેમ સબંધ બંધાતા એકબીજાનો મોબાઈલ નંબર અપ-લે કરી એકબીજાને મળતા થયા હતા, જોકે બાદમાં યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવકે લગ્ન નહી કરી તરછોડી દીધી હતી. જેથી,યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે વ્યારા પોલીસે યુવક સામે ગુનો દાખલ કર્યો છે.
યુવકે પ્રપોઝ કરતા યુવતીએ પણ હા પાડી દીધી હતી, અને ત્યારબાદ બને વચ્ચે લવ સ્ટોરી શરુ થઇ
મળતી માહિતી મુજબ ડોલવણના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવક-યુવતી (ઇન્સ્ટાગ્રામ)થી સોસીયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મોબાઈલ નંબર બને જણાએ એકબીજાને શેર કરી મિત્ર તરીકે વાતો કરતા હતા. જોકે દોઢ માસ બાદ ડોલવણના ગડત ગામના મિશન ફળીયામાં રહેતો અંકુર બિપીનભાઈ ગામીતે યુવતીને મેસેજ કરી જણાવ્યું હતું કે, તું મને ગમતી છે, હું તારી સાથે લગ્ન કરવાનો છું, યુવકે પ્રપોઝ કરતા યુવતીએ પણ હા પાડી દીધી હતી, અને ત્યારબાદ બને વચ્ચે લવ સ્ટોરી શરુ થઇ હતી.
અંકુરે યુવતીને કહ્યું હતું કે, તું મને ગમતી છે હું તને રાખવાનો છું,
અંકુર ગામીત વ્યારામાં આવેલ શ્રીજી મેડીકલમાં કામ કરતો હતો, દરરોજ બાઈક લઈને વ્યારા આવવાનું થતું હતું, ત્યારે ગડત ગામના પાટિયા પાસેથી બાઈક ઉપર યુવતીને બેસાડી લઇ આવતો અને મગરકુઈ ગામના પાટિયા પાસે ઉતારી દેતો હતો, કેટલીકવાર વ્યારા બાગમાં પણ બેસી વાતો કરતા હતા ત્યારે અંકુરે યુવતીને કહ્યું હતું કે, તું મને ગમતી છે હું તને રાખવાનો છું,
આદર્શ ગેસ્ટ હાઉસના એક રૂમમાં લઇ ગયો હતો, ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો
ત્યારબાદ સને ૨૦૨૧માં યુવતી સુરત ખાતે હોસ્પિટલમાં પ્રેક્ટીસ પૂર્ણ કરી એક હોસ્પિટલમાં કામ કરતી હતી. તે દરમિયાન અંકુર ગામીતે યુવતીને ફોન કરી વ્યારા ખાતે બોલાવી એકાંતમાં વાત કરવાનું છે કહી સવારે આદર્શ ગેસ્ટ હાઉસના એક રૂમમાં લઇ ગયો હતો, ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો અને યુવતીને પરત સુરત ખાતે મોકલી આપતો આ સિલસિલો ખાસો સમય ચાલ્યો હતો, બને યુવક –યુવતી મોપેડ ઉપર ફરવા પણ જતા હતા. એટલું જ નહીં યુવકે યુવતી સાથે એકાંતમાં પણ શરીર સબંધ બાંધ્યો હતો.
આરામ ગેસ્ટ હાઉસમાં યુવતીને લઇ ગયો હતો અને લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે ફરીવાર શરીર સબંધ બાંધ્યો
તા.૨૪/૦૧/૨૦૨૩ નારોજ બને જણા સોનગઢ ખાતે ફરવા માટે આવ્યા હતા જોકે તે વખતે પણ સોનગઢના ઓટા બ્રીજ પાસે આવેલ એક ગેસ્ટ હાઉસમાં યુવતીને લઇ ગયો હતો અને ત્યાં પણ લગ્ન કરવાનું વચન આપી યુવતીને વિશ્વાસમાં લઇ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તા.૦૮/૦૨.૨૦૨૩ નારોજ મોડીસાંજે વ્યારા ખાતે આવેલ આરામ ગેસ્ટ હાઉસમાં યુવતીને લઇ ગયો હતો અને લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે ફરીવાર શરીર સબંધ બાંધ્યો હતો.
યુવતીને અંકુર ગામીતે કહ્યું હતું કે, મારી બીજી છોકરી સાથે સગાઈ નક્કી થઇ ગઈ છે, જેથી હું તને રાખી શકું નહીં
જોકે બીજા દિવસે સવારે આરામ ગેસ્ટહાઉસ માંથી નીકળી યુવતીને બસ સ્ટેશન પર મુકવા ગયો હતો ત્યારે યુવતીને અંકુર ગામીતે કહ્યું હતું કે, મારી બીજી છોકરી સાથે સગાઈ નક્કી થઇ ગઈ છે, જેથી હું તને રાખી શકું નહીં. તેમ કહેતા જાણે યુવતીના પગતળેથી જમીન ધસી ગઈ હતી.યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવકે લગ્ન નહી કરી તરછોડી દીધી હતી. જેથી,યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે વ્યારા પોલીસે અંકુર ગામીત વિરુદ્ધ ઈપીકો કલમ ૩૭૬(૨)(એન) મુજબ ગુનો દાખલ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500