Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સરપંચનાં પુત્ર પર ફાયરિંગ કરનારને ૪ વર્ષની સખત કેદની સજા ફટકારી

  • July 14, 2023 

સોનગઢનાં મંડળ ગામે વર્ષ-૨૦૧૮ના ઓગસ્ટ મહિનામાં સરપંચને હેરાન પરેશાન કરતા હોવાથી સરપંચના પુત્રએ ગામમાં જ રહેતા એક ઈસમના ઘરે જઈ ‘મારા પિતાને કેમ પરેશાન કરો છો ?’ એવું કહેતા ગામનો જ આ ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી રિવોલ્વર લાવી સરપંચનાં પુત્ર પર ફાયરિંગ કરી દીધું હતું. સમગ્ર આ કિસ્સામાં સોનગઢ પોલીસે આ માથાભારે ઈસમની ધરપકડ કરી હતી અને સેશન કોર્ટમાં આ કેસ ચાલતા જિલ્લા સેશન્સ જજે આ માથાભારે ઈસમને ચાર વર્ષની સખત કેદની સજા સંભળાવી છે.



સમગ્ર કેસની હકીકત જોવા જઈએ તો, તારીખ 2/6/2018નાં રોજ સોનગઢ તાલુકાના માંડળ ગામે સમિયેલભાઈ કિશનભાઇ ગામીતના પિતા કિશનભાઇ સરપંચ હતા અને ગામમાં જ રહેતા નરેશ કંથડભાઈ ગામીત કિશનભાઇને હેરાન પરેશાન કરતા હતા, જેથી બનાવના દિવસે કિશનભાઇના પુત્ર સમીયલભાઈ નરેશભાઈના ઘરે જઈ તમે, ‘મારા પિતાને કેમ પરેશાન કરો છો?’ કહેતા નવરેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાં જઈ રિવોલ્વર લાવી સમીયલભાઈ પર ફાયરિંગ કરી દીધું હતું.



જેમાં સમીયલભાઈને ગંભીર ઇજાઓ તથા તેઓને પ્રથમ વ્યારા અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ અંગે સમીયલભાઈના ભાઈ પાઉલભાઈએ સોનગઢ પોલીસમાં ફરિયાદ કરી હતી. સમગ્ર કેસની ટ્રાયલ જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલતા પુરાવાઓના આધારે અને સરકારી વકીલ સમીર પંચોલી અને રમેશ ચૌહાણની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એન.બી.પીઠવાએ આરોપી નવરેશ કંથડભાઈ ગામીતને આઇપીસી કલમ 307ના ગુનામાં તકસીરવાર ઠેરવી ચાર વર્ષ કેદની સજા અને એક હજાર રૂપિયાનો દંડ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનામાં તકસીરવાર ઠેરવી ત્રણ માસની સજા અને રૂ.૧૦૦૦/નો દંડ તેમજ ઈજા પામનાર સમીયલભાઈને 25 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application