જિલ્લામાં દિવસ-રાત્રીના ઓછા વધતા પ્રમાણમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઇ છે.તો મંગળવાર સવારે છ વાગ્યાથી આજે બુધવાર સવારે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં તાપી જિલ્લામાં સર્વેત્ર મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.
અહીંના ૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વાલોડ તાલુકામાં નોંધાયો છે.અહીં ૫ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.જ્યારે કુકરમુંડા તાલુકામાં નહિવત વરસાદ પડ્યો છે, તેમજ સોનગઢ તાલુકામાં ૫૦ મીમી,નિઝર તાલુકામાં ૮ મીમી, ઉચ્છલ તાલુકામાં ૨૩ મીમી,વ્યારા તાલુકામાં ૯૯ મીમી,ડોલવણ તાલુકામાં ૬૭ મીમી તેમજ વાલોડ તાલુકામાં સૌથી વધુ ૧૩૭ મીમી વરસાદ નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500