તાપી જિલ્લામાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજિત નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની પરીક્ષા તાપી જિલ્લાના વ્યારા ઝોન પરથી તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૨ રવિવારે ૩૪ બિલ્ડીંગ ખાતે યોજાઇ હતી. જેમાં ૮૭૧૬ ઉમેદવારો માંથી ૫૨૯૦ એટલે કે કુલ ૬૦.૭૦ ટકા પરીક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતી.
કુલ ૩૪૨૬ એટલે કે ૩૯.૩૦ ટકા જેટલા ઉમેદવારો ગેરહજર રહ્યા
જ્યારે કુલ ૩૪૨૬ એટલે કે ૩૯.૩૦ ટકા જેટલા ઉમેદવારો ગેરહજર રહ્યા હતા. શાંતિપુર્ણ માહોલમાં ઉમેદવારો પરિક્ષા આપી શકે તે માટે જિલ્લા કો-ઓર્ડીનેટર અને કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ વ્યારા મથકના કે.કે કદમ કન્યા વિદ્યાલય પરીક્ષા કેન્દ્રની મુલાકાત લિધી હતી. અને તમામ પરીક્ષાર્થીઓને કલેકટરશ્રી દવે દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500