તાપી જીલ્લાના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી યશવંતભાઈ સોનુભાઈ પવાર(આર્મ પોલીસ કોન્સ્ટેબલ)એ તા.17/12/2020 ના રોજ એક મહિન્દ્રા મેક્સ પીકઅપ વાહનના ચાલકને અટકાવ્યો હતો.
જે બાદ યશવંતભાઈએ વાહનને પોતાના ઘરે મુકાવી દીધી અને સાગી લાકડાની હેરાફારી જેવા ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ગાડી છોડાવવા માટે રૂપિયા 1,50,000/- ની લાંચ માગી હતી વાહન ચાલક અને પોલીસ કર્મી વચ્ચે રકઝક થયા બાદ રૂપિયા 50 હજાર આપવાનું થયુ જે પૈકી વાહન ચાલકે રૂપિયા 40 હજાર આપી દીધા હતા.
ત્યારબાદ બાકી રહેલા રૂપિયા 10 હજાર વાહન ચાલક આપવા ન માંગતા હોવાથી જે અંગેની ફરિયાદ નવસારી એ.સી.બી.ને કરી હતી. લાંચીયા પોલીસ કર્મીને રંગેહાથ ઝડપી પાડવા તા.18/12/2020 ના રોજ નવસારીના એ.સી.બી. દ્વારા છટકું ગોઠવામાં આવ્યું હતું.
જેમાં વાહન ચાલક રૂપિયા 10 હજારની લાંચ આપવા તાપી જીલ્લા સેવા સદનથી મુસા ગામ તરફ જતા જાહેર રસ્તા ઉપર લાંચની રકમ સ્વીકારતા પોલીસ કર્મી યશવંતભાઈ પવાર રંગેહાથે ઝડપાઈ ગયા હતા. જેઓની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તા.19/12/2020 ના રોજ વ્યારા કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપી યશવંતભાઈ પવારના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500