Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : સોનગઢ-વ્યારાની શાળાઓમાં નોટ બુક વિતરણ કરાઈ

  • June 22, 2022 

વ્યારા ખાતે આવેલ વિનયમંદિર વિદ્યાલય-કલમકુઇ તેમજ સોનગઢની પ્રાથમિક શાળા નાના કાકડકુવા અને ગ્રામ સેવા સમાજ સંચાલિત કન્યા શાળા, બોરખાડીમાં  નોટ બુક વિતરણ કરવામાં આવ્યું હતું.


તાપીના વ્યારામાં કલમકુઇ ખાતે વિનય મંદિર વિદ્યાલય તેમજ સોનગઢના કાકડકુવા ખાતે પ્રાથમિક શાળા અને વ્યારાના બોરખાડી ખાતે કન્યા શાળામાં  થાણે ડીસ્ટ્રીક્ટ વિમેન ફોર ચેંજ  પ્રમુખ બિજલ જગડ અને લોકીતા કોરાનીના સહયોગથી ૩૦૦૦ નોટ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 


બે વર્ષથી ઓફલાઈન બાળકોને શાળામાં બેસીને અભ્યાસ કરતા જોવું એ ખૂબ જ આનંદની લાગણી છે,કારણ કે આ પેઢી જ દેશ અને સમાજને આગળ ચલાવશે અને તેમને ભણવા માટેનું વાતાવરણ આપવું જરૂરી છે. શાળાના આચાર્ય અને વિદ્યાર્થી તેમજ હાજર વાલીઓએ સંસ્થાનો આભાર વક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application