Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : ટેમ્પોમાં ઘાસના ભુસાની આડમાં સુરત તરફ લઇ જવાતો દારૂ ઝડપાયો, ,ક્લીનર પકડાયો,ટેમ્પો ચાલક ફરાર

  • March 26, 2024 

તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મંગળવાર નારોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ઉચ્છલના મીરકોટ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો નંબર એમએચ/૧૪/જીડી/૫૭૬૦ ને રોકવાનો પ્રયાસ કરતા ટેમ્પો ચાલક ટેમ્પો સાઈટ પર મૂકી નાશી છૂટ્યો હતો જયારે સમાધાન એકનાથ મોરે નામનો ક્લીનર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ઘાસનું ભૂસુ ભરેલ કોથળામાં સંતાડીને લઇ જવાતો રૂ.૨,૪૪,૮૦૦/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૪,૪૯,૮૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે કર્યો છે જયારે ૨ આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application