વ્યારાનાં ઉંચામાળામાં ઘાસચારો કાપવા બાબતે થયેલ તકરારમાં આરોપીએ બીજાને મોઢાનાં ભાગે ચપ્પુનાં ઘા કરી ઇજા પહોંચાડવાનાં કેસમાં કોર્ટે આરોપીને 3 વર્ષની કેદ તથા રૂપિયા 10,00/-નો દંડ ફરમાવતો હુકમ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઉંચામાળા ગામનાં મહુડી ફળિયાની સીમમાં હરસિંગ ભીમલાભાઈ ચૌધરી અને તેમની પત્ની કેલાબેન ગત તારીખ 11/10/2017નાં રોજ ઘાસચારો કાપવા ગયા હતા. તે દરમિયાન ઉંચામાળાનાં જ રૂસ્તમ બંસીભાઈ ચૌધરી પોતાના હાથમાં ચપ્પુ સંતાડી લઈને આવ્યા હતા. જેણે હરસિંગભાઈએ કહ્યું કે, તું કોને પૂછીને ઘાસ કાપે છે તેવું કહી નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને પોતાના હાથમાનું ચપ્પુ હરસિંગભાઈને મોઢા પર ડાબા જબડાનાં ભાગે ગાલ ઉપર મારી દઈ ઘા કરી ઈજા પહોંચાડી હતી.
જોકે ઘટનાને લઈ બુમાબુમ કરતા કેલુબેન તથા દિપ્તેશભાઈ દોડી આવી આરોપી હાથમાં ચપ્પુ લઇ નાસી ગયા હતા. જે અંગેની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે થઈ હતી. જે કેસ વ્યારાની કોર્ટમાં ચાલી જતાં બીજા એડી. સીનીયર સિવિલ જજ એન્ડ એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ જીગ્નેશ વિષ્ણુભાઈ પટેલ નાએ શુક્રવારનાં રોજ આરોપી રૂસ્તમ બંસીભાઈ ચૌધરીને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-248(2) મુજબ ભારતીય ફોજદારી અધિનિયમ કલમ 324 મુજબ તકસીરવાન ઠરાવી આરોપીનાં જાતમુચરકા અને જામીનખત રદ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા તથા આરોપીને ભારતીય દંડ સહિતની કલમ 324 હેઠળ 3 વર્ષની કેદ તથા રૂપિયા 1,000/-નો દંડની સજા ફરમાવતો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500