Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

  • August 24, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણ તાલુકાનાં ગડત ગામનાં આશ્રમ શાળાની સામે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ચીખલીનાં વેલનપોર ગામનાં પટેલ ફળિયામાં રહેતા ભગુભાઈ બાબરભાઈ પટેલ નાઓનો દીકરો જયેશભાઈ ભગુભાઈ પટેલ (ઉ.વ.35)નાંઓ ગત તારીખ 18/08/2023નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર GJ/21/AR/8301ની ઉપર બેસી વ્યરા તરફ જતાં હતા.



તે દરમિયાન એક ટ્રક ચાલકે ડોલવણથી વ્યારા તરફ જતાં નેશનલ હાઈવે નંબર-56 ગડત ગામે આશ્રમ શાળાની સામે રોડ ઉપર જાહેરમાં જયેશભાઈની બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં જયેશભાઈને માથાના ભાગે તથા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ભગુભાઈ પટેલ નાંએ ડોલવણ પોલીસ મથકે તારીખ 22/08/2023નાં રોજ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application