તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમીત કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જે રીતે લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે. જોકે આજરોજ તાપી જિલ્લામાં કોરોના સંક્રમિત વધુ 1 દર્દી નોંધાયો છે,
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા,14-ડીસેમ્બર નારોજ વ્યારાના રાયકવાડ સ્ટ્રીટમાં 90 વર્ષીય વૃધ્ધા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથ કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંક 800 ને પાર થયો છે, આજે વધુ 4 દર્દીઓ સાજા થતા રજા અપાઈ, અત્યાર સુધી કુલ 778 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 433 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500