રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લામાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસેથી જ જારી રહ્યો છે. તેમછતાં કેટલાક લોકો જાહેરમાં બિન્દાસ્ત સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વિના હરતા ફરતા નજરે પડે રહ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૨ કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું. વાલોડના રાનવેરીમાં ૫૦ વર્ષીય મહિલા અને વ્યારાના રાયકવાડ સ્ટ્રીટમાં ૭૮ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૧૮ કેસ એક્ટિવ છે.
જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૯૨૧ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૭૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના કુલ ૧૮ કેસ એક્ટિવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500