Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

“તાપીમિત્ર” 50 લાખથી વધુ વાંચકોનો હ્રદયપૂર્વક આભાર માને છે : અમારી પહોંચ બની રહેશે આપની તાકાત ....

  • September 10, 2021 

તાપીમિત્ર અખબારના વાંચકોની વેબસાઈટ tapimitra.com ની વર્ષ 2016માં એક નાનકડી શરૂઆત કરવામાં આવી હતી. તાપી જિલ્લા સહિત રાજ્ય અને દેશના મહત્વના સમાચારો આપતી તાપી જિલ્લાની નંબર વન tapimitra.com ઉપર અત્યાર સુધીમાં કુલ 50 લાખથી વધુ વખત લોકોએ ન્યુઝ વાંચ્યા છે.

 

 

 

 

 

ગૌરવ અપાવવા બદલ “tapi mitra” સર્વે વાંચક મિત્રોનો આભાર માને છે.

આ ગૌરવ “tapi mitra”ને મળ્યું છે. આ ગૌરવ અપાવવા બદલ “tapi mitra” ખાસ તાપી જિલ્લાના તમામ લોકો અને ગુજરાત-દેશ-વિદેશમાં રહેતા તાપી વાસીઓ સહિત સર્વે વાંચક મિત્રોનો આભાર માને છે. માત્ર થોડા જ સમયમાં “tapi mitra ” બીજમાંથી રૂપાંતરિત થઈને વટવૃક્ષ બન્યું છે. જેનો શ્રેય વાંચકોના વિશ્વાસ તેમજ અમારા ટીમના સભ્યોની મહેનત અને સાથે તાપી જિલ્લાના તમામ ક્ષેત્રના લોકોના સહયોગને જાય છે.

 

 

 

 

 

લોકોના વિશ્વાસ અને તંત્રની હકારાત્મકતાના લીધે “tapi mitra”એ ખૂબ ઝડપથી લોકચાહના મેળવી છે.

તાપી જિલ્લાને અપડેટ રાખવા અને વાસ્તવિકતા સાથેના ટુ ધ પોઇન્ટ સમાચારો ત્વરિત આંગળીના ટેરવે મળી જાય તેવા હેતુથી tapimitra.com ન્યુઝ વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી. આજે તાપી જિલ્લાની તમામ ઘટનાઓ ઘટે એટલે તેની આધારભૂત માહિતી માત્ર થોડી જ ક્ષણોમાં “tapimitra.com” ના માધ્યમથી વાંચકો સુધી પહોંચતી થઈ છે. લોકોના દરેક નાના મોટા પ્રશ્નોને વાંચા મળતા “tapi mitra” ખૂબ ટૂંકા ગાળામા જ ભારે લોકપ્રિય બન્યું છે. સામે તંત્રએ પણ “tapi mitra” માં પ્રકાશિત થયેલા તમામ પ્રશ્નો પ્રત્યે હકારાત્મક વલણ દાખવ્યુ છે. આમ લોકોના વિશ્વાસ અને તંત્રની હકારાત્મકતાના લીધે “tapi mitra”એ ખૂબ ઝડપથી લોકચાહના મેળવી છે.

 

 

 

 

 

હાલમાં tapimitra.com ન્યુઝ વેબસાઈટ 50 લાખથી વધુ વાર જોવાઈ છે અને તાપી જિલ્લાની નંબર વન ન્યુઝ વેબસાઈટ બની છે

tapimitra.com તાપી જિલ્લા સહિત રાજ્ય અને દેશના મહત્વના સમાચારો આપતું જિલ્લાની નંબર વન ગુજરાતી ન્યુઝ વેબસાઈટ છે. tapimitra.com ન્યુઝ વેબસાઈટ અને ન્યુઝ એપ્લિકેશન તેમજ ફેસબૂક અને યૂટ્યૂબ તેમજ ટ્વિટર, ઇનસ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા દરરોજ વાંચકોને પળે પળની હલચલ અને વિશ્વનીય સ્થાનિક સમાચારો સૌથી પહેલા તેમના મોબાઈલમાં પોહચાડી રહ્યું છે. તેના કારણે જ હાલમાં tapimitra.com ન્યુઝ વેબસાઈટ 50 લાખથી વધુ વાર જોવાઈ છે અને તાપી જિલ્લાની નંબર વન ન્યુઝ વેબસાઈટ બની છે.

 

 

 

 

 

તાપીમિત્ર દ્વારા હવે ટુક સમયમાં એપલ-આઈફોન મોબાઈલ ધારકો માટે પણ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. 

તાપીમિત્રની એન્ડ્રોઈડ એપ્લિકેશન હાલ 10 હજારથી વધુ લોકો તેમના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી નિયમિત વાપરી રહ્યા છે. તાપીમિત્ર દ્વારા હવે ટુક સમયમાં એપલ-આઈફોન મોબાઈલ ધારકો માટે પણ એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. એપ્લિકેશન ઉપરાંત tapimitra.com ન્યુઝ વેબસાઇટ પર પણ દરરોજ નિયમિત ખુબજ મોટી સંખ્યામાં લોકો ન્યુઝ વાંચવા આવી રહ્યા છે. tapimitra.com ઉપર અત્યાર સુધીમાં કુલ 50 લાખથી વધુ વખત લોકોએ ન્યુઝ વાંચ્યા છે.

 

 

 

 

 

વોટ્સએપ ગ્રુપ્સના એડમીન અને વાંચકોના પણ એકવાર ફરી અમે ખુબ ખુબ આભારી છીએ. 

સોશ્યલ મીડિયાના માધ્યમથી, સોશ્યલ મીડિયાના કારણે વાંચકો સુધી પહોંચવામાં અમને મદદ કરે છે, તે માટે તમામ વોટ્સએપ ગ્રુપ્સના એડમીન અને વાંચકોના પણ એકવાર ફરી અમે ખુબ ખુબ આભારી છીએ. મારા લગભગ દરેક લેખ અને સમાચારમાં અનેક વાંચકો લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા પોતાનો મત રજૂ કરે છે, તેમનો વ્યક્તિગત આભાર માની શકાયો ન હોય તો દરગુજર કરશો, આપની લાઈક્સ અને કોમેન્ટ્સ અમારા માટે અમુલ્ય છે. અમારી મહેનતનું એ જ વળતર છે અને વધુને વધુ મહેનત કરવા અને સારું લખવા અમને પ્રોત્સાહિત કરે છે, તો આ સાથે દરેક વાંચકોને નમ્ર વિનંતી કે આપનો પ્રતિભાવ હંમેશા આપશો.

 

 

 

 

 

“tapi mitra”ને ખૂબ ઓછા સમયમાં અકલ્પનિય સિદ્ધિઓ અપાવવા બદલ દિલથી આભાર 

એક માત્ર વ્યવસાહિક હેતુ નહીં પણ આપણાં તાપી જિલ્લાને જરૂરી ઘટનાની અપડેટ આપવાની સાથે સમગ્ર તાપી જિલ્લાને પણ અપડેટ કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવવાના શુભ હેતુ સાથે ચાલી રહેલા “tapi mitra”ને ખૂબ ઓછા સમયમાં અકલ્પનિય સિદ્ધિઓ અપાવવા બદલ સર્વે તાપી વાસીઓ તેમેજ વાંચક મિત્રો, પત્રકાર મિત્રો અને તંત્રવાહકો, વિજ્ઞાપન દાતાઓનો “tapi mitra” દિલથી આભાર વ્યક્ત કરે છે.

 

 

 

 

 

તાપીમિત્ર અખબારની વેબસાઈટ tapimitra.com ઉપર સમાચાર વાંચનાર 50,03,000 (પચાસ લાખ ત્રણ હજાર ) થી વધુ વાંચકોનો હ્દય પૂર્વક આભાર વ્યક્ત છીએ,

તાપીમિત્ર અખબારની વેબસાઈટ tapimitra.com ઉપર સમાચાર વાંચનાર 50,03,000 (પચાસ લાખ ત્રણ હજાર ) થી વધુ વાંચકોનો હ્દય પૂર્વક આભાર વ્યક્ત છીએ, આગામી સમયમાં પણ અમારી ચૂકો સુધારી વધુ સારી અને સચોટ માહિતી આપ સૌ વાચક મિત્રોને મળી રહે તેવો અમારો પ્રયાસ રહેશે. જેના માટે તમારો હમણાં સુધીનો મળેલ સહકાર અમને મળતો રહે તે જરૂરી છે. તમને tapi mitra ન્યુઝ પોતાનું લાગે તેની અમે તકેદારી રાખીશું. તમામ વાચક મિત્રોનો ભૂતકાળમાં અમારી ટીમ ને સહકાર મળ્યો છે અને સદાય આ રીતે આપ સૌનો પ્રેમ અને સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા સાથે…(તંત્રી-મહેશભાઈ પ્રજાપતિ અને ટીમ)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application