Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi lcb raid : સોનગઢનાં મચ્છી માર્કેટમાંથી એક જુગારી ઝડપાયો

  • July 22, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મચ્છી માર્કેટમાંથી વગર પાસ પરમિટે મુંબઈથી નીકળતા વરલી મટકાના જુગાર રમાડતો એક જુગારીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોનો શનિવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ મચ્છી માર્કેટમાં એક ઈસમ પોતાના દુકાનમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં હારજીતનાં આંકડા આવતા જતાં રાહદારીઓ પાસે લખેલ આંકોવાળી કાપલીઓનાં ફોટા તેમના મોબાઈલમાં પાડી લઈ જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા ત્યાંથી ઈસમને ઝડપી પાડી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, નાસીર ઉર્ફે કાળિયો દિલાવર કુરેશી (ઉ.વ.42., સોનગઢ, ઈસ્લામપુરા ટેકરા, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યાબાદ તેની તલાસી લેતા તેની પાસેથી 2 નંગ મોબાઈલ મળી આવ્યા હતા અને મોબાઈલની ગેલેરીમાં જોતા મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતનાં આંકડા લખેલ કાપલીઓના ફોટા મળી આવ્યા હતા. આમ, પોલીસે 2 નંગ મોબાઈલ અને અલગ અલગ દરની ચલણી નોટ મળી કુલ રૂપિયા 11,410/-નો મુદ્દામાલ કબ્જે કરી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ જુગારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application