તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના મહિલા અધ્યક્ષ લાંચ લેતા એસીબીના હાથે પકડાયા હોવાની ચર્ચા વાયુવેગે જિલ્લાભરમાં ફેલાય જતા રાજકીય માહોલ પણ ગરમાયો હતો, મહિલા અધ્યક્ષની કલાકો સુધી કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન એસીબી કચેરી બહાર ભાજપના કેટલાક લંગોટ આંટા ફેરા મારતા નજરે પડ્યા હતા.
કોઈના બીલ પાસ કરવાના હોય તો ટકાવારી લીધા વિના રહેતા નથી
છેલ્લા કેટલાક સમયથી લાંચિયાઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે. છતાં કેટલાક લાંચિયાઓ છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને યેનકેન પ્રકારે લાંચ લેતા હોય છે. જ્યારે એમાંય કોઈના બીલ પાસ કરવાના હોય તો ટકાવારી લીધા વિના રહેતા નથી, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આવું જ કંઇક તાપી જિલ્લાના વ્યારામાં બન્યું છે.
એસીબી કચેરી બહાર ભાજપના કેટલાક લંગોટ આંટા ફેરા મારતા નજરે પડ્યા હતા.
તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના મહિલા અધ્યક્ષ સરિતાબેન વસાવા રૂપિયા ૩૦ હજારથી વધુની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ પકડાયા હતા. જેની જાણ વાયુવેગે પ્રસરતા રાજકીય માહોલ પણ ગરમાયો હતો. તાપી એસીબી ઓફિસમાં મહિલા અધ્યક્ષની કલાકો સુધી કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન એસીબી કચેરી બહાર ભાજપના કેટલાક લંગોટ આંટા ફેરા મારતા નજરે પડ્યા હતા. જોકે એ દમિયાન સ્થાનિક એસીબીએ પણ કલાકો સુધી મીડીયાકર્મીઓને માહિતી આપી ન હતી.
એસીબી દ્વારા કોઇપણ પ્રકારની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આપને અહી જણાવી દઈએ છીએકે,તાપી જિલ્લામાં ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, તાપી જિલ્લા પંચાયત પર પ્રથમ વાર ભાજપે કબ્જો કર્યો હતો, તાપી જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો માંથી ૧૭ પર ભાજપે જીત મેળવી હતી. જેમાં સરિતાબેન વસાવા ભાજપની સીટ પરથી ચુંટણી લડ્યા હતા અને ૫-બોરદા બેઠક પરથી ૯૩૦૮ના મતોથી વિજય મેળવ્યો હતો, જે બાદ તેઓ તરક્કીના શિખરો સર કરતા થયા અને અંતે તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેનો પદભાર સાંભળ્યો હતો, જોકે આ ભાર વધુ દિવસ સુધી સંભાળી શક્યા નથી, કારણ કે એસીબીએ ગતરોજ બપોર ના સમયે લાંચ લેતા તેમને રંગે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તાપી એસીબી ઓફિસમાં મહિલા અધ્યક્ષની કલાકો સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી,જોકે રાત્રીના ૧૧ કલાકે આ લખાય રહ્યું છે ત્યાં સુધી એસીબી દ્વારા કોઇપણ પ્રકારની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500