તાપી જિલ્લા ભાજપના સંગઠન માં આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના ફોર્મ ભરવા ના છેલ્લા દિવસે કુકરમુંડા તાલુકા પંચાયત ની પિશાવર બેઠક પર કોંગ્રેસ નો ઉમેદવાર બિન હરીફ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
આજે ફોર્મ ભરવા ની અંતિમ ઘડી એ ભાજપ ના ઉમેદવાર કમલબેન પાઉભાઈ બાગુલના પુત્ર એ ફોર્મ ફાડી નાખતા પિશાવર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપ ના ઉમેદવાર ફોર્મ નહીં ભરી શક્યા હતા, તેમને પિશાવર તાલુકા પંચાયત ની બેઠક પર પાર્ટીએ ટિકિટની ફાળવણી કરી હતી, પરંતુ તેઓ જિલ્લા પંચાયત ની ટીકીટ ની ઈચ્છા ધરાવતા હોવાને લઈને તેમના પુત્ર એ આક્રોશ માં આવી જઈ ફોર્મ ફાડી નાખ્યું હતું,
જેને પગલે ભારતીય જનતા પાર્ટીએ પીશાવરની તાલુકા પંચાયત બેઠક ગુમાવાનો વારો આવ્યો છે, અને જેનો સીધો ફાયદો વિરોધ પક્ષને જવાની સંભાવના સેવાઇ રહી છે, આ સમગ્ર મામલે ભાજપ સંગઠન માં આંતરિક જૂથવાદ ના કારણે પિશાવરની તાલુકા પંચાયતની બેઠક ગુમાવવી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500