ઉચ્છલ : ભરૂચ થી ટ્રકોમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી પશુઓને ક્રુરતા પૂર્વક વાહનોમાં ભરી તાપીના માર્ગે રાજ્ય બહાર લઇ જવાતી 62 ભેંસો અને 20 નાના પાડીયાઓ સાથે 6 ટ્રકો ઝડપી પાડી કુલ 18 કસુરવારો સામે ઉચ્છલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
ટ્રકો માંથી મળી આવેલ કુલ 62 ભેંસો અને 20 નાના પાડીયાઓને બચાવી લેવાયા
મળતી માહિતી અનુસાર તા.21મી સપ્ટેમ્બર નારોજ ઉચ્છલ તાલુકાની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર ગાંધીનગર ગામના બ્રીજ પાસે 4 ટ્રકો તેમજ સાકરદા નજીકથી શિવ સાગર હોટલ ના પાર્કિંગ માંથી 2 ટ્રકો મળી કુલ 6 ટ્રકો ઉચ્છલ પોલીસે ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન જુદીજુદી ટ્રકો માંથી મળી આવેલ કુલ 62 ભેંસો અને 20 નાના પાડીયાઓને ખીચોખીચ અને ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા હોય અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું. આ બનાવમાં પશુઓ અને ટ્રકો મળી કુલ્લે રૂપિયા 36,40,000/-નો મુદ્દામાલ જપ્ત કરી કુલ 18 કસુરવારો સામે ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આપને અહીં જણાવી દઈએ છીએકે, ગુજરાત માંથી અન્ય કોઇપણ રાજ્યમાં દુધાળા પ્રાણીઓ તથા ભેંસોની હેરાફેરી નિકાસ/મોકલવા પર પ્રતિબંધ હોવાછતાં તાપીના માર્ગે રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં વર્ષોથી મોટાપાયે ભેંસોની હેરાફેરી થઇ રહી છે. જાણકારો અનુસાર તમામ પશુઓને મહારાષ્ટ્રના કતલખાને લઇ જતા હોવાનું જાણવા મળ્યું છે.
ઉચ્છલના ગાંધીનગર બ્રિજ પાસેથી પકડાયેલ ટ્રકો.....
(1) જીજે/16/એક્સ/7653 માંથી 8 ભેંસો 3 નાના પાડીયા
(2) જીજે/16/ઝેડ/5686 માંથી 8 ભેંસો 5 નાના પાડીયા
(3) જીજે/16/વી/4444 માંથી 8 ભેંસો 5 નાના પાડીયા
(4) જીજે/17/એક્સ/ 6811 માંથી 8 ભેંસો 7 નાના પાડીયા
ઉચ્છલના સાકરદા પાસેથી પકડાયેલ ટ્રકો.....
(1) જીજે/19/યુ/1292 માંથી 13 ભેંસો
(2) જીજે/07/વાય/5432 માંથી 17 ભેંસો
18 કસુરવારો વિરુધ્ધ ગુનો નોંધાયો
(1) યાકુબ ઈસ્માઈલ અફીણી રહે, મોટા નાગોરીવાડ-ભરૂચ
(2) સાફિન યુનુસ સેલોત રહે, દેવળિયા તા.તળાજા જી.ભાવનગર
(3) યુસુફ મહમદ પટેલ હિંગલોટ-ભરૂચ
(4) મુનાફ ઈબ્રાહીમ ઠાકોર રહે, મોટા નાગોરીવાડ-ભરૂચ (વોન્ટેડ)
(5) રહીમ બાબુ પાયક રહે, મહુવા જી.ભાવનગર (વોન્ટેડ)
(6) અલ્તાફ હુસેન મહમદ બેલીમ રહે, લીમડી ચોક-ભરૂચ
(7) શહીદ ઈસુબ મુન્સી રહે, નાના નાગોરીવાડ-ભરૂચ
(8) આલાભાઈ ગઢવી રહે, ચોટીલા પારાવાડા તા.જસદણ જી.રાજકોટ
(9) યુનુસ કુશાલ પટેલ રહે, મોટી ડુંગરી જી.ભરૂચ (વોન્ટેડ)
(10) પરવીન ગઢવી રહે, ચોટીલા પારાવાડા તા.જસદણ જી.રાજકોટ (વોન્ટેડ)
(11) રીયાઝ ઇસાક મોયાવાલ રહે, મદીના હોટલ,મોટા નાગોરીવાડ-ભરૂચ
(12) સબ્બીર હુસેન અલ્લી ધીરા રહે, મદીના હોટલ,મોટા નાગોરીવાડ-ભરૂચ
(13) દેવાભાઈ પોપટભાઈ પરમાર રહે, મામાકોઠા કરચેલીયાપરા જી.ભાવનગર
(14) હરીભાઈ કમાભાઈ જુજા રહે, અદયવાડા જી.ભાવનગર (વોન્ટેડ)
(15) અયુબ ઈસ્માઈલ નાગોરી રહે, નાના નાગોરીવાડ-ભરૂચ
(16) ગોપાલભાઈ કિશોરભાઈ ચાવડા રહે, કરચેલીયાપરા જી.ભાવનગર
(17) ઈબ્રાહીમ ગુલામ રહે, મોટા નાગોરીવાડ-ભરૂચ (વોન્ટેડ)
(18) અશોકભાઈ પોપટભાઈ ચાવડા રહે, બગલી બાગની પાસે,ભાવનગર (વોન્ટેડ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500