Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા શિક્ષણ જગત ફરી એકવાર શર્મશાર : આચાર્ય એ સગીર વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો

  • September 05, 2024 

તાપી જિલ્લા શિક્ષણ જગત ફરી એકવાર શર્મશાર થયો છે. સોનગઢ તાલુકાની એક આશ્રમશાળા માં આચાર્ય એ સગીર વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બે દીકરી નો પિતા એવો આ આચાર્ય એ  શિક્ષણ જગતને લજાવ્યું છે ત્યારે સગીરાની દાદીની ફરિયાદના આધારે પોકસો સહિતની કલમો હેઠલ ઉકાઈ પોલીસે ગુનો દાખલ કરી વાસનાલોલુપ આચાર્યને જેલભેગો કર્યો છે.


પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાની એક આશ્રમશાળા માં ઘણી વિદ્યાર્થીનીઓ હોસ્પિટલમાં રહીને અભ્યાસ કરે છે. જેમાં એક ૧૪ વર્ષીય સગીરા રિંચા (નામ બદલ્યું છે) હોસ્ટેલમાં રહી નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. શાળામાં શિક્ષક તરીકે આને આચાર્ય તરીકે ફરજ બજાવતા મિનેશ પટેલ દ્વારા રિચાને  છેલ્લા ૧૫ દિવસથી હેરાન પરેશાન કરવામાં આવતી હતી. મિનેશ પટેલ શરીર સબંધ તેમજ પ્રેમ સબંધ બાંધવા દબાણ કરતો હતો. અને તેની વાત ન માને તો તેને બદનામ કરી દેવાની ધમકી આપતો હતો. રિચાનો જન્મદિવસ જ્યારે હતો ત્યારે આ વાસનાલોલુપ મિનેશ પટેલે તેણીને ઘરે જવાની રજા આપી ન હતી.


જોકે હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ જ્યારે કેક લાવી રીચાનો જન્મદિવસ મનાવ્યો ત્યાં મિનેશ પટેલ આવી પહોંચ્યો હતો અને રીચાને જીન્સ તેમજ ટીશર્ટ ગીફ્ટમાં આપી હતી અને બાદમાં રીચા ને એક પ્રેમપત્ર પણ આપ્યો હતો. જેમાં લખ્યું હતું કે, તું જ્યારથી શાળામાં ભણવા આવી છે. ત્યારથી તું મને ગમે છે, આપણે બે પ્રેમ સંબંધ રાખીશું, તે બાબતે હું છોકરાઓને કે શાળાના શિક્ષકોને ખબર પડવા દઈશ નહીં. અને બદલામાં હું તને ધોરણ ૧૦ માં પાસ કરાવી દઈશ. અને ત્યારબાદ તે જ દિવસે સાંજે આ મિનેશ પટેલે રીચા ને તથા તેની સહેલીને અને ધોરણ ૧૦ માં ભણતા બે વિદ્યાર્થીઓને તેના રૂમ પર રોટલી બનાવવા માટે બોલાવ્યા હતા.


જ્યાં રિચા રોટલી બનાવતી હતી. તે વખતે મિનેષ પટેલે રીચાનો જમણો હાથ પકડી લીધો હતો, અને તું મને હા કેમ નથી પડતી ? તેમ કહ્યું હતું અને રિચાએ તરત પોતાનો હાથ ખેંચ્યો હતો, પરંતુ મિનેશે સે હાથ છોડ્યો ન હતો, જેથી રિચાએ નજીક ઉભેલા વિદ્યાર્થીનો હાથ પકડી તેના હાથમાં રહેલા ચીપિયાથી મિનેશ પટેલના હાથે દઝાડી દીધો હતો. અને બાદમાં રીચા અને તેની સહેલી રોટલી બનાવવાનું છોડી લેડીઝ હોસ્ટેલ પર આવી ગયા હતા. રિચાની દાદીએ આપેલી ફરિયાદમાં વધુ જણાવ્યા અનુસાર એક વિદ્યાર્થી રીચા પાસે આવ્યો હતો અને તમે મિનેશ પટેલ સાહેબ બોલાવે છે અને તું નહીં આવે તો સાહેબ પોતાના હાથ કાપી લેવાના છે. તેવું તે વિદ્યાર્થીએ જણાવ્યું હતું, પરંતુ રીચા ગઈ ન હતી.


રિચા એ મિનેશ પટેલે આપેલો લેટર શાળાની એક શિક્ષિકા ને આપ્યો હોવાનું તેણીની દાદી આપેલી ફરિયાદમાં જણાવ્યું છે. તારે આ તરફ વાગ્યાના સમયે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી સુઈ ગયા હતા. ત્યારે બાદમાં રાત્રિના અંદાજે બારેક વાગ્યાના અરસામાં લેડીઝ હોસ્ટેલ ની પાછળ આવેલી બારી પાસે મિનેષ પટેલ આવ્યો હતો. અને "રિચા ઉઠ" "રિચા ઉઠ" તેમ બૂમો પાડતો હતો. બૂમો સાંભળી રિચા જાગી ઉઠી હતી અને તેણે તેણીની સહેલી ને પણ જગાડી હતી. અને મિનેશ સાહેબ હોસ્ટેલની બહાર આવવા બોલાવે છે.  તેઓ એ તેવું કહ્યું પણ હું ગઈ નથી. અને મિનેશ પટેલને રીચાએ ત્યાંથી જતા રહેવા જણાવ્યું અને જો નહીં જાય તો આ બંને વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ છોડી ભાગી જવાની વાત કરી હતી. તેમ છતાં મીનેશ પટેલ ગયો ન હતો. અને તું બહાર નહીં આવે ત્યાં સુધી હું જઈશ નહીં તેમ જ જો તું બહાર નહીં આવે, અને મારે સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો, હું આપણા આવા સંબંધ વિશે ખોટી રીતે બદનામ કરીશ.



આવું કહી મિનેશ રૂમની પાછળ આવેલી બારી પાસે ભરાયેલા પાણીમાં બેસી ગયો હતો. અને આચાર્ય મિનેશનું આ સ્વરૂપ જોઈ રિચા અને તેની સહેલી બંને આશ્રમમાંથી ભાગી છુટ્યા હતા. અને આશ્રમ નજીક આવેલી દુકાન પાસે ગયા હતા અને ત્યાં આવી દુકાનવાળાને જગાડી ઘરે ફોન કર્યો હતો. અને ત્યાર બાદ નજીક સંતાઈ ગયા હતા.  અને ઘરેથી લોકો ઘરના લોકો તેણીને લેવા પહોંચ્યા હતા અને રીચાએ ઘરના સભ્યોને સમગ્ર ઘટનાની જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો, અને રીચાની દાદીએ ઉકાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વાસના લોલુપ આચાર્ય શિક્ષક મિનેશ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application