ખાણ ખનીજ ચોરી ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને બે જુદાજુદા સ્થળ પરથી ઝડપી પાડવામાં તાપી જીલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે.
તાપી જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો એએસઆઇ ભુપેન્દ્રભાઈ યશવંતરાવ તથા હેડકોન્સ્ટેબલ લેબજીભાઇ પરબતજીભાઈ, જયેશભાઇ લીલકીયાભાઇ, અનીલભાઇ રામચંદ્ર તથા પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ આજરોજ ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં.
સોનગઢ પોલીસ મથકે દાખલ થયેલ ખાણ ખનીજ ચોરી ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી (1) પીલાજીભાઇ મગનભાઇ ગામીત રહે, ડોસવાડા ગામ, દાદરી ફળિયુ-સોનગઢ તથા (2) વિપુલભાઇ છગનભાઇ ગામીત રહે, નાનીચીખલી-વ્યારા નાઓને ડોસવાડા ગામની દુધની ડેરી પાસેથી ઝડપી પાડ્યા હતા.
જયારે બીજા બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈને મળેલ બાતમીના આધારે સોનગઢના ઇસ્લામપુરા ટેકરા પાસેથી (3) સુકરભાઈ ગમાભાઈ ગામીત રહે, ઘાંચીકુવા ગામ તા.સોનગઢ ને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ખાણ ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી હતી. હાલ ત્રણેય આરોપીઓની CRPC 41 (1) આઇ મુજબ અટક કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application