Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એસ.ઓ.જી. પોલીસે વાહન ચોરીના ગુનામા છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો

  • September 13, 2023 

તાપી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તાપી જિલ્લા એસ.ઓ.જી.ને સૂચના અપાઈ હતી જે આધારે પી.આઇ.ના માર્ગદર્શન ટીમ દ્વારા વાહન ચોરીમાં દસ વર્ષથી વોન્ટેડ આરોપીને ઉચ્છલ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી તાપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે, ડાંગ જિલ્લાના વઘઇ પો.સ્ટે. ક્સ્ટ ગુ.ર.નં. 12/2013 ઇ.પી.કો. કલમ 379 મુજબના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો આરોપી વિશ્વાસભાઇ અમરસીંગભાઇ વળવી (રહે.વાસી, તારાપુર, ડુગલી. તા.નવાપુર. જી.નંદરબાર (મહારાષ્ટ્ર)નાનો છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો છે. આ આરોપી તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તાર સાકરડા બ્રિજ નજીક ફરી રહ્યો છે. જે આધારે ટીમ દ્વારા આરોપીની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરી વધુ તપાસ માટે જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application