Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી પોલીસની કાર્યવાહી : 3 દિવસમાં 21 જુગારીઓને કુલ રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

  • July 25, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લા એસપી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ અને જુગારના કેસો કરવા પોલીસ સ્ટાફના માણસોએ તમામ તાલુકાઓમાં કાર્યવાહી હાથ ધરી છે,ત્યારે છેલ્લા 3 દિવસમાં 2 તાલુકામાં રેઇડ કરી કુલ 21 જુગારીઓને ઝડપી પાડી કુલ રૂપિયા 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી તેમજ સરકારી વાહનમાં બેસી સોમવારે મોડી રાત્રે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી મળેલ બાતમીના આધારે ડોલવણ ગામે નાહાણી ફળિયામાં સુરેશભાઈ રૂમજીભાઈ ચૌધરીનાં ઘરના બહાર ઓટલા ઉપર પૈસા વતી હારજીતનો પાનાપત્તાનો જુગાર રમતા આઠ જુગારીઓને જુગાર રમવાનાં સાધનો સહીત કુલ રૂપિયા 6,830/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.



તેમજ રવિવાર નારોજ બીજી રેઈડમાં સોનગઢના ટોકરવા ગામનાં મિસ્ત્રી ફળિયામાં જુગાર રમતા સાત જુગારીઓની અંગઝડતી તથા દાવ પરના રોકડા રૂપિયા તેમજ 5 નંગ મોબઈલ મળી રૂપિયા 26,420/-નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.જયારે ત્રીજી રેઇડમાં શનિવાર નારોજ સોનગઢ નગરનાં શીતલ કોમ્પલેક્ષની પાછળનાં ભાગે જુગાર રમતા 6 જુગારીઓ સોનગઢ પોલીસની રેઈડમાં ઝડપાયા હતા.પોલીસે દાવ ઉપરનાં રોકડ રૂપિયા 4,220/- અને જુગાર રમવા માટે હાથ ઉપર રાખેલ તથા અંગ ઝડતીનાં રોકડ રૂપિયા 15,000/- તેમજ 3 નંગ મોબાઈલ, 1 ઓટોરિક્ષા અને 3 બાઈક મળી કુલ રૂપિયા 1,54,220/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ 2 તાલુકામાંથી જુગાર રમતા ઝડપાયેલા 21 જુગારીયાઓ પાસેથી કુલ રૂપિયા 187.470/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application