વાલોડના બાજીપુરા ખાતે પરિવાર સાથે રહેતો રામપ્રસાદ બંસીલાલ સુથારએ પોતાના ધંધાના અર્થે ત્રણ વ્યાજખોરો પાસેથી આશરે બે વર્ષ આગાઉ ટકા ના વ્યાજદરે લીધેલા તેના અવેજમાં ૧૩,૫૦,૦૦૦/- રૂપિયા વ્યાજખોરોને ચૂકવી દીધા હોવાછતાં રામપ્રસાદ સુથારની પત્નીના સોનાના દાગીના તથા ઘરનું ગીરો ખત લખાવી લીધેલ તેમ છતાં વ્યાજખોરો દ્વારા બીજા રૂપિયા ૧૭,૫૦,૦૦૦/- કરતા વધારાની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી,વ્યાજખોરો દ્વારા માનસિકત્રાસ આપવામાં આવતો હતો જેની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી.
સોમવાર નારોજ વ્યાજખોરો સામે તાત્કાલિક ગુનો નોંધવાની રજુઆત કરાઈ હતી.
જોકે પોલીસની મદદ પણ મદદ નહીં મળતા ગત તા.૨૮મી ડીસેમ્બર નારોજથી રામપ્રસાદ સુથાર એક ચિઠ્ઠી લખી એકાએક ગુમ થઇ જતા સોમવાર નારોજ રામપ્રસાદની પત્ની સહિત તાપી જિલ્લા સુથાર સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોચી વ્યાજખોરો સામે તાત્કાલિક ગુનો નોંધવાની રજુઆત કરતા પોલીસ એકશનમાં આવી ગઈ હતી, ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઇ લાયસન્સ વગર ઊંચા વ્યાજે રૂપિયા આપતા વ્યાજખોરોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
ચેક રીટર્ન કરાવવાની ધમકી આપી ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ચેક બાઉન્સનો ખોટો કેસ કર્યો હતો,
મળતી માહિતી મજુબ તાપીના વાલોડ પોલીસ મથકે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ત્રણેય વ્યાજખોરોએ રામપ્રસાદ બંસીલાલ સુથારને રૂપિયા ૬,૮૦,૦૦૦/- પુરા ૨ ટકા ના વ્યાજદરે ઉછીના આપેલા જે પુરેપુરી રકમ ઊંચા વ્યાજે સાથે રૂપિયા ૧૩,૫૦,૦૦૦/- વ્યાજખોરોને ચૂકવ્યા હોવાછતાં વ્યાજખોરો દ્વારા ખોટા હિસાબો કરી રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- ઉછીના આપ્યા હોવાનું કહી રામપ્રસાદ સુથાર પાસેથી ૧૭,૫૦,૦૦૦/- બાકી વ્યાજ સહિતની રકમ સાથે પઠાણી કરવામાં આવતી હતી. એટલું જ નહી સમયસર વ્યાજ ચુકવવા ગાળો આપી, ગુંડાઓથી મારી નાંખવાની જીવલેણ ધમકીઓ આપી, મોતનો ભય બતાવી, જોકે વધુ વ્યાજ વસુલ કરવા માટે બળજબરીથી રામપ્રસાદ સુથાર અને તેનો છોકરો ગૌતમની સહી વાળા કોરા ચેકમાં રકમ ભરી ચેક બેંકમાં નાંખી ચેક રીટર્ન કરાવવાની ધમકી આપી ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં ચેક બાઉન્સનો ખોટો કેસ કર્યો હતો,
જોકે આજદિન સુધી ગુમ થનાર રામપ્રસાદ સુથારનો કોઈ પત્તો લાગ્યો નથી.
રામપ્રસાદ સુથારને ઊંચા વ્યાજે રૂપિયા આપેલા હોવાછતાં બળજબરી પૂર્વક રૂપિયા ઉછીના આપ્યા અંગેનો કરાર કરાવ્યો હતો, તેમજ લાખોની કિંમતનું મકાન બે ક્રશ અવેજ પેટે ગીરો દસ્તાવેજ કરાવી ખોટા હિસાબો બનાવ્યા હતા, તથા ઘરેણા લઇ અવાર નવાર ઊંચા વ્યાજની માંગણી કરતા હતા. એટલું જ નહી વ્યાજખોરો દ્વારા રૂબરૂ તેમજ ફોન ઉપર ધાક ધમકીઓ આપી રામપ્રસાદને માનસિક ત્રાસ આપતા હતા. જોકે રામપ્રસાદ સુથાર એકાએક ગુમ થઇ જતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવ્યા બાદ પણ કોઈ પત્તો લાગ્યો ન હતો, ઘરમાં તપાસ કરતા એક સુસાઇડ નોટ મળી આવતા રામપ્રસાદની પત્ની સીતાબેન રામપ્રસાદ સુથાર તેમજ તાપી જિલ્લા સુથાર સમાજના આગેવાનોએ સોમવારનારોજ જિલ્લા એસપીને આવેદનપત્ર આપ્યું હતું,જે બાદ એક્શનમાં આવેલી પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જોકે આજદિન સુધી ગુમ થનાર રામપ્રસાદ સુથારનો કોઈ પત્તો લાગ્યો નથી.
પોલીસ પોતાની પ્રમાણિકતા સાબિત કરે તે જરૂરી બન્યું
આપને અહી જણાવી દઈએ છીએકે, તાપી જિલ્લાના સોનગઢ સહિત ના તાલુકાઓમાં ગટરના કીડા જેવી માનસિકતા ધરાવતા અનેક વ્યાજખોરો ઊંચા વ્યાજે રૂપિયા આપી ગરીબોનું આર્થીક શોષણ કરી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લામાં વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી પોલીસ પોતાની પ્રમાણિકતા સાબિત કરે તે જરૂરી બન્યું છે.
આ ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
(૧) બાબુલાલ મોહનલાલ શાહ (૨) ધર્મેશકુમાર બાબુલાલ શાહ બંને રહે,સનસીટી તેન ગામ તા.બારડોલી-સુરત (૩) પ્રકાશ ભવારલાલ શાહ રહે, હિમ્મતનગર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500