વ્યારા-સોનગઢ સહિત જિલ્લાભરમાં નિયમોની ઐસ કી તૈસી કરીને જીઇબી બોર્ડના ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની ફરતે લગાડવામાં આવેલ ફેન્સીંગ વોલ પર ગેરકાયદેસર રીતે જાહેરાતના બોર્ડ મુકવામાં આવ્યા હોવાનો અહેવાલ તાપીમિત્ર અખબારની વેબસાઈટ www.tapimitra.com પર તા.૧૬મી મે નારોજ પ્રસિદ્ધ કરવામાં આવતા DGVCL દ્વારા અહેવાલની ગંભીર નોંધ લઇ નિયમનું ઉલ્લંઘન કરી બોર્ડ લગાવનારને નોટીસ ફટકારવામાં આવી છે.
હવે વારો વસિષ્ઠનો : વિજ અકસ્માતથી જાનહાનિ થશે. તો તેની સંપૂર્ણ જવાબદારી વસિષ્ઠ સ્કુલની રહેશે
વ્યારાનગરમાં ટ્રાન્સફોર્મરની ફરતે ફેન્સીંગ વોલ પર ગેરકાયદેસર રીતે જાહેરાતના બોર્ડ મુકવા બદલ DGVCL, વ્યારા શહેરી પેટા વિભાગીય કચેરી દ્વારા બારડોલીના બાબેનની વસિષ્ઠ સ્કૂલને નોટીસ આપવામાં આવી છે, અને તાત્કાલિક ઢોરને બોર્ડ દુર કરી કચેરીને લેખિતમાં જાણ કરવા કહેવામાં આવ્યું છે, જો આ બાબતે વસિષ્ઠના સંચાલકો કસુરવાર ઠરશો અને કોઈ વિજ અકસ્માતથી જાનહાનિ થશે. તો તેની સંપૂર્ણ જવાબદારી વસિષ્ઠ સ્કુલની રહેશે.
વ્યારામાં તાપીમિત્રના અહેવાલની અસર જોવા મળી
ખાસ કરીને વ્યારા નગરમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની ફરતે લગાડવામાં આવેલ ફેન્સીંગ વોલ પર વસિષ્ટના સંચાલકો દ્વારા હલકી પ્રસિદ્ધિ મેળવવામાં માટે ૧૦ ફૂટ મોટા હોર્ડિંગ્સ લગાડી દેવામાં આવ્યા છે, આ મામલે DGVCL દ્વારા તાપીમિત્રના અહેવાલની ગંભીર નોંધ બોર્ડ લગાવનારને નોટીસ આપી દેવામાં આવી છે.
જાહેરાતનાં બેનર લગાવતા શખ્સો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું
અત્રેઉલ્લેખ્નીય છેકે, વ્યારા અને સોનગઢ તેમજ વાલોડના જાહેર રસ્તા પર મોટા બેનરો લગાવી પોતાના વ્યવસાય, રાજકીય, શાળા સહિતની જાહેરાત કરવાનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે,વ્યારા અને સોનગઢ નગર સહિત જિલ્લાભરમાં રસ્તાની બાજુમાં જીઇબી બોર્ડ દ્વારા ઉભા કરવામાં આવેલ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની ફરતે ફેન્સીંગ વોલ પર કેટલાક લોકોએ પોતાની જાહેરાતનાં ગેરકાયદેસર બેનર તેમજ હોર્ડિંગસ લગાવી દીધા છે, જે હાલમાં પણ નજરે પડી રહ્યા છે, ત્યારે નિયમોનું ઉલંઘન કરી હલકી પ્રસિદ્ધિ મેળવવામાં માટે જાહેરાતનાં બેનર લગાવતા શખ્સો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500