સુરત જીલ્લાનાં માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડવાયેલા અને અઢી માસથી નાસતા ફરતા વોન્ડેટ આરોપી ઓને ડોલવણ તાલુકાનાં પીઠાદરા ગામ માંથી ઝડપી પાડવામાં એલ.સી.બી. ટીમ તાપીને સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર તાપી જીલ્લાના નાસતા ફરતા તથા બીજા જીલ્લાના ગુનાઓમાં સંડોવાયેલા હોય તેમજ તાપી જીલ્લાના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને પકડવા સુચના આપેલ હોય, જે આધારે એલ.સી.બી. તાપી સ્ટાફના માણસો ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, (૧) રાકેશ લાજરસભાઈ ગામીત (રહે. પીઠાદરા ગામ, દાદરી ફળિયું,તા.ડોલવણ) અને (૨) અજયભાઈ ફતેસિંગભાઈ ગામીત (રહે. પટેલ ફળિયું,પીઠાદરા ગામ,તા.ડોલવણ) નાઓ વિરુદ્ધ સુરત ગ્રામ્યના માંડવી પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલ દારૂના ગુનામાં સંડોવાયેલા હોય આરોપી ઓને ડોલવણ તાલુકાનાં પાટીગામમાં આવેલ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડી પૂછપરછ કરતા માંડવી પોલીસ મથકે નોંધાયેલ ગુન્હાની કબુલાત કરી હતી. હાલ પકડાયેલ બંને આરોપીઓની અટક કરી એલ.સી.બી. ટીમ તાપી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500