Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલ.સી.બી. પોલીસે કર્યો વાહન ચોરતી ગેંગનો પર્દાફાશ : મોંઘીદાટ મોટરસાયકલ સાથે ચાર યુવકોને વડપાડા ફાટા પાસેથી ઝડપી પાડ્યા

  • June 01, 2024 

તાપી જિલ્લામાંથી છેલ્લાં કેટલાક સમયથી મોટરસાઈકલ ચોરીના બનાવ પોલીસ મથકે નોંધવામાં આવી રહ્યા હતા જેમાં દિવસ હોત કે રાત પાર્ક કરેલ મોટર સાઈકલનું લોક તોડી ચોર મોટર સાઈકલ લઈ ફરાર થઈ જવામાં સફળ થઈ રહ્યા હતા જેથી તાપી પોલીસે કમર કસી મોટરસાઈકલ ચોરી કરતી ગેંગને શોધી કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા. જેમાં તાપી એલ.સી.બી. પોલીસે આજરોજ મોંઘીદાટ મોટરસાયકલ સાથે ચાર ઈસમોને ઉચ્છલનાં નારણપુર ગામનાં વડપાડા ફાટા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા મહે.પોલીસ અધિક્ષક સા.શ્રી, જી.તાપી નાઓએ તાપી જીલ્લામાં મિલ્કત સબંધી/શરીર સબંધી તેમજ વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના આધારે આજરોજ શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી નાઓએ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોએ પોતાના બાતમીદારો રોકી મિલ્કત સબંધી/શરીર સબંધી તેમજ વાહન ચોરી સબંધી ગુના શોધી કાઢવાની કામગીરીમાં પેટ્રોલીંગમાં હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ‘ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામે વડપાડા ફાટા પાસે હીરો ઓટો નામના ગેરેજ ચલાવતો આકાશ વિક્રમભાઇ વસાવા નામનો ઇસમ ચોરીની મોટરસાયકલો રાખી તેના વેચાણ માટે અલગ-અલગ માણસોને સંપર્ક કરે છે અને તે મોટરસાયકલો વેચવાની પેરવીમાં છે.’ જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલનાં નારણપુર ગામનાં વડપાડા ફાટા પાસે આકાશ વિક્રમભાઇ વસાવાના હીરો ઓટો નામના ગેરેજ પરથી જિલ્લાનાં લગ્ન પ્રસંગોમાંથી મોંઘીદાટ 4 મોટરસાયકલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 2,70,000/- હતી. આમ, તાપી એલ.સી.બી. પોલીસે મોંઘીદાટ વાહન ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.


તેમજ વધુમાં આ ચોરીની મોટરસાઈકલ તાપી જિલ્લાનાં સોનગઢ, ઉચ્છલ અને ઉકાઈ ખાતે લગ્નમાંથી ચોરી કરેલ ચોરીની મોટરસાયકલ હોવાનું જાણવા મળ્યું હતું. જયારે તાપી એલ.સી.બી. પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે આકાશ વિક્રમભાઇ વસાવા (ઉ.વ.22., રહે.ચંદાપુર ગામ, વચલુ ફળીયુ, તા.ઉચ્છલ, જિ.તાપી), સંદીપ કૈલાશભાઇ વસાવા (રહે.ચંદાપુર ગામ, ઉપલુ ફળીયુ, તા.ઉચ્છલ, જિ.તાપી), બિન્યામીન રાજેશભાઇ વસાવા (રહે.ચંદાપુર ગામ, વચલુ ફળીયુ, તા.ઉચ્છલ, જિ.તાપી) અને સુલતાન સુલેમાન મકરાણી (ઉ.વ.18., રહે.નેસુવડપાડા ગામ, તા.ઉચ્છલ જિ.તાપી)નાઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application