મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં કીકાકુઈ ગામનાં પાટીયા પાસેથી ઈકો કારમાં દારૂ લઈ જતાં કાર ચાલક અને પાયલોટીંગ કરનાર બાઈક ચાલકને તાપી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ બપોરનાં સમયે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુરથી એક ઇકો કારમાં બે ઈસમો નવાપુર તરફથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવી રહેલ છે અને જેઓ સોનગઢ પસાર કર્યા બાદ કીકાકુઈ પાટીયાથી જમણે વળી આંતરિક રસ્તાઓ થઈ સુરત તરફ જનાર છે અને તે દારૂ ભરેલ ઈકો કારની એક બાઈક પાયલોટિંગ કરનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો કીકાકુઈ પાટીયા પાસેનાં નેશનલ હાઇવે પર અલગ અલગ ટીમો બનાવી સોનગઢ તરફથી આવતા વાહનોની વોચમાં હતા. તે દરમિયાન સોનગઢ તરફથી બાતમીવાળી બાઈક નંબર MH/39/AG/2888ને સોનગઢ તરફથી આવતા પોલીસે બાઈકને જગ્યા પર રોકી લેતાં થોડી વારમાં તેની પાછળ બાતમીવાળી કાર નંબર GJ/05/CQ/7586ને સોનગઢ તરફથી આવી કીકાકુઈ ગામ તરફ ટન લેવાનો પ્રયત્ન કરતા પોલીસે લેવાનો પોલીસે કારને કોર્ડન કરી રોકી લીધી હતી.
ત્યારબાદ પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિશાલ માનસીંગ રાજપૂત (રહે.વીકે એવન્યુ, ગંગાધરા (કારેલી) તા.પલસાણા, જિ.સુરત) અને પાયલોટીંગ કરનાર બાઈકનાં ચાલકનું નામ વિરાજ ઉર્ફે બંટી આશિષભાઈ માવજી (રહે.તીન, ટીમ્બા, નવાપુર, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે બંને ઈસમોને સાથે રાખી કારમાં તપાસ કરતા કારની પાછળની સીટનાં ભાગે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 84 બોટલો મળી આવી હતી. જોકે પોલીસે પ્રોહી. મુદ્દામાલ અંગે પૂછતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજ્યનાં નવાપુર ખાતે આવેલ એસ.એમ.અગ્રવાલ (કાકા) વાઇન શોપ પરના સ્વપ્નિલ પાટીલ નામના ઈસમ ઇકો કારમાં ભરાવી આપ્યો હતો.
જયારે વિરાજ ઉર્ફે બંટી આશિષભાઈ માવજીનાઓ બાઈક પર પાયલોટિંગ કરી વિશાલ માનસિંગ રાજપુરાનો દારૂ ભરેલ કાર નવાપુરથી લઈ, નવી હુન્ડા થઈ, કરંજી ગામ, ગડત, ખેખડા, ખોખરવાડા, થઈ સોનગઢનાં ચાંપાવાડી, રાણીઆંબા ફાટક થઈ, સોનગઢ ઓટા ચાર રસ્તા આવી કીકાકુઈ પાટીયાથી અંદર વળી કીકાકુઈ ગામ થઈ, માંડળ બસ સ્ટેશન ખાતે આવી પરત હાઇવે પર આવી વ્યારા, બારડોલી થઈ કડોદરા ખાતે પહોંચી અરવિંદ મારવાડીને આપવાનો હતો.
જોકે આ દરમિયાન કીકાકુઈ પાટીયા પાસે ઝડપાઈ ગયા અને નાસી જનાર ક્લીનર રાહુલ ચૌધરી (રહે.પાંડેસરા, સુરત) નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ પોલીસે વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂ, બે નંગ મોબાઈલ, એક બાઈક, એક કાર મળી કુલ રૂપિયા 1,92,000/-નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ બંને યુવકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500