મનિષા એસ.સુર્યવંશી/તાપી : સોનગઢનાં ગુણસદા ગામનાં બરડીપાડા ફળિયામાં જાહેરમાં રોડ ઉપરથી બાઈક ઉપર વિદેશી દારૂનાં જથ્થા સાથે કેલાઈ ગામનાં દંપતિ ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા ગુણસદા ગામનાં બરડીપાડા ફળિયામાં આવતાં એક બાઈક ઉપર ઈસમ અને તથા તેની પાછળ એક મહિલા બેસેલ હોય અને તેઓની પાસે મીણીયાનો કોથળો હોય અને તેમની પર પ્રોહી. અંગેનો શક જતાં બંનેને ઉભા રાખી બાઈક ચાલકનું નમાં પૂછતા તેણે પોતાનું નામ, કલ્પેશભાઈ રૂપાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, દાદરી ફળિયું, સોનગઢ) તથા પાછળ બેસેલ મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ઉષાબેન કલ્પેશભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, દાદરી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે વચ્ચે મુકેલ કોથળામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 87 નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, એક બાઈક અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 54,350/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ દંપતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500