તાપી જિલ્લા/તાલુકા પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧ અન્વયે આજે મતગણતરી થતા પરિણામ જાહેર થયા છે. જે અન્વયે જિલ્લા પંચાયતની ૧૬-કરંજવેલની બેઠક ઉપર ગામીત મધુબેન ભીખુભાઇ કુલ-૫૯૬૫ મત મેળવી વિજય થયા છે.
જ્યારે તાલુકા પંચાયતની બેઠકોમાં વ્યારા તાલુકાની ૭-ઘાટા ઉપર- ચૌધરી પ્રવિણભાઇ દનસિંહ કુલ-૨૩૬૩ મત, ૧૪-કેળકુઇ- ચૌધરી વિગ્દેશભાઇ ઉદેસિંગભાઇ કુલ-૨૧૬૯ મત, ૧-બાલપુર-ગામીત વંદનાબેન રેવાભાઇ કુલ-૧૫૨૪ મત, ડોલવણ તાલુકાની ૩-બેડારાયપુરા- બેઠક ઉપર ભાજપના માહ્યાવંશી મનોજભાઇ ખુશાલભાઇ કુલ-૧૭૪૬ મત, અને સોનગઢ તાલુકાની ૧૩-ખેરવાડાની અનુસૂચિત જાતિ બેઠકો ઉપર ભાજપના-વસાવા મિનેશકુમાર જલમસિંગભાઇ કુલ-૧૭૮૩ મતોથી વિજયી થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિઝર તાલુકાની ૧૨-શાલે માટે ભાજપના મહિલા ઉમેદવાર દમયંતી નાઇક બિન હરીફ ચૂંટાયા છે. તાપી જિલ્લા/તાલુકા પંચાયત પેટા ચૂંટણી-૨૦૨૧ની મતગણતરી જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500