Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

  • May 21, 2022 

તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.


બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રી વઢવાણીયાએ સૌ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે, કોઇ પણ સરકારી કર્મચારી નિવૃત થાય તેના પેન્શન સમયસર મળી જાય તે જોવુ આપણી જવાબદારી છે. કોઇ કર્મચારી ઉપર કોર્ટ કેસની મેટર હોય તો પણ તે પ્રોવિઝનલ પેન્શન માટે હકદાર હોવાથી પેન્શન કેસોનો નિકાલ મીશનમોડમાં કરવો જરૂરી છે. તેમણે સરકારી નાણાની વસુલાત અંગે અમલીકરણ અધિકારીઓએ જરૂરી એક્શન લઇ જેતે વ્યક્તિઓને નોટીસ આપવી કે માંડવાળના પગલા લેવા અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે સોનગઢ નગરપાલીકાને ૯૩.૫૯ ટકા સરકારી નાણાની વસુલાત કરવા અંગે તથા નાયબ વન સંરક્ષકશ્રી વ્યારા દ્વારા ૯૭.૩૧ ટકા, નાયબ કલેકટરશ્રી, વ્યારા પ્રાંતને ૧૦૦ ટકા વસુલાત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત સેવાસદનમાં જે-તે કચેરીના બહાર વણવપરાતા સરસામાન અને ભંગારમાં પડેલા વાહનોને ૧૦ દિવસમાં યોગ્ય નિકાલ કરી સેવાસદનને સ્વચ્છ રાખવા તાકીદ કરી હતી.  તેમણે જે કચેરીઓમાં એસી રાખવું મંજુર નથી તેને હટાવી લેવા, કચેરીમાં વીજ વપરાશ જરૂરીયાત પુરતો જ કરવા તથા દરેક કચેરી જ્યા જાહેર જનતાની અવર જવર વધુ હોય ત્યા એન્ટ્રી અને એક્ઝીટ ઉપર તથા સેવા સદનના બન્ને ગેટના એન્ટ્રી-એક્ઝીટ ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. અંતે તેમણે બેઠકમાં આવતા દરેક કર્મચારી/અધિકારીઓને બેઠકમાં આપેલ મુદ્દાઓનો યોગ્ય અભ્યાસ કરી પુરતી માહિતી સાથે જ ઉપસ્થિત રહેવા કડક સુચનો કર્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાએ પ્રિકોશન ડોઝ માટે ડ્યુ થયેલ સૌ ફ્રન્ટલાઇનર્સને પોતાના ડોઝ લેવા તથા પોતાની કચેરીના તમામ કર્મચારીઓ પ્રિકોશન ડોઝ વહેલી તકે લેવા માટે અનુરોધ કર્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલે તાલુકા કક્ષાએ નવી પોલિસ કચેરીમાં સરકારી જગ્યા ફાળવણીના કામો અંગે તથા સેરૂલા ફાયરીંગ રેંજની આસપાસના વિસ્તારમાં અનઅધિકૃત લોકોના દબાણને દુર કરવા અંગે સંબંધિત વિભાગ સાથે મળી એક્શન લેવા અંગે જણાવ્યું હતું.


મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવાએ જણાવ્યું હતું કે, ફ્રન્ટલાઇન વર્કર માટે ૨૨ મે ના રોજ ખાસ સેવા સદનમાં મેડીકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. તથા નાગરિકો દરેક પી.એચ.સી/સી.એચ.સી ઉપર જઇ કોરોના પ્રતિરોધક રસીનો  પ્રિકોશન ડોઝ લઇ શકે છે. આ ઉપરાંત બેઠકમાં નાગરિક અધિકાર પત્રો,  ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાની વસુલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસો અંગે વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application