Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ (IAS ) અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે વી.એન.શાહ (IAS )એ ચાર્જ સંભાળ્યો

  • April 03, 2023 

સમગ્ર રાજ્યમાં સનદી અધિકારીશ્રીઓની બદલી થતા તાપી કલેકટર તરીકે ડો. વિપીન ગર્ગ  (IAS ) એ આજરોજ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળી લીધો છે. ડો.ગર્ગ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને ઈ.ચા.ડાંગ કલેકટર તરીકે પણ  વધારાનો પદભાર  સંભાળી રહ્યા હતા.


ડો. વિપીન ગર્ગ  ૨૦૧૬ની બેચના નવયુવાન સનદી અધિકારી છે. તાપી જિલ્લો વિકાસની હરોળમાં  અગ્રેસર બની રહે તે માટે માનવીઓની પાયાની મૂળભૂત જરૂરિયાત  શિક્ષણ, આરોગ્ય,પાણી,વિજળી,રસ્તા અને કૃષિ છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે જિલ્લા સમાહર્તા ડો.વિપીન ગર્ગે જિલ્લા વહીવટીતંત્ર વતી કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. અધિકારીઓ તથા કર્મચારીઓએ કલેકટર ડો. વિપીન ગર્ગને પુષ્પગુચ્છથી આવકારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.


તાપી જિલ્લા વિકાસ અધિકારી તરીકેશ્રી વી.એન.શાહ (IAS ) એ ચાર્જ સંભાળ્યો


જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS ) એ આજરોજ તાપી જિલ્લાનો કાર્યભાર સંભાળી લીધો છે. તેઓ વર્ષ ૨૦૧૨ ની બેચના સનદી અધિકારી છે અને અગાઉ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી,ગાંધીનગર ખાતે ચીફ એક્ઝેક્યુટિવ તરીકે ફરજ બજાવતા હતા. તાપી જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તાપી જિલ્લાના વિકાસની ધુરા સંભાળતા શ્રી શાહે જણાવ્યું હતું કે તાપી જિલ્લો  અનેક વિવિધતાઓથી ભરપૂર છે. ભૌગોલિક વિસ્તાર અનુસાર પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સરકારશ્રીના અભિગમને સાર્થક બનાવવા જિલ્લા પંચાયત ના અધિકારીઓ અને પદાધિકારીઓના સુચારૂ સંકલનની અપેક્ષા  તેમણે વ્યક્ત કરી હતી. 

             

વધુમાં જણાવ્યું હતું કે તાપી જિલ્લો શિક્ષણમાં વિકાસ કરે અને સો ટકા શિક્ષિત બને તો સમાજના દરેક લોકોનો વિકાસ થાય તેમજ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચે તે માટે સૌએ એક બની ભગિરથ પ્રયાસ કરવાનો રહેશે.  જિલ્લા પંચાયતના તમામ અધિકારી/કર્મચારીઓ તેમજ પદાધિકારીઓએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહને પુષ્પગુચ્છ આપી આવકારી તાપી જિલ્લામાં સ્વાગત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News