Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું પરીણામ જાહેર : ભાજપના ઉમેદવારોએ બંને બેઠકો પર ભારે લીડ સાથે જીત મેળવી, વિગતવાર જાણો

  • December 09, 2022 

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના અનુસંધાને આજે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં તાપી જિલ્લામાં સમાવિષ્ટ ૧૭૧-વ્યારા (અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતવિભાગોની મતગણતરીનું પરીણામ જાહેર થઇ ચુંક્યું છે. ૧૭૧-વ્યારા (અ.જ.જા) બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંકણી મોહનભાઇ ઢેડાભાઇ ૬૯૬૩૩ મતો મેળવી ૨૨૧૨૦ મતોને લીડથી જીત મેળવી હતી. આ સાથે ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગામીત ડૉ.જયરામભાઇ ચેમાભાઇને સૌથી વધુ ૯૭૪૬૧ મતો મળતા કુલ- ૨૩૧૬૦ મતોની લીડ સાથે જીત મેળવી હતી.




૧૭૧-વ્યારા (અ.જ.જા) બેઠક ઉપર નોટા(None of the above-NOTA)ને ૩૭૭૯ મતો અને ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા બેઠક ઉપર નોટાને ૪૪૬૫ મતો પ્રાપ્ત થયા





ઇવીએમ મશીન દ્વારા ૨૨ રાઉન્ડ દ્વારા થયેલ મતગણતરી અનુસાર

૧૭૧-વ્યારા (અ.જ.જા) બેઠક ઉપર ઇવીએમ મશીન દ્વારા ૨૨ રાઉન્ડ દ્વારા થયેલ મતગણતરી અનુસાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંકણી મોહનભાઇ ઢેડાભાઇને સૌથી વધુ ૬૯૦૨૪ મતો પ્રાપ્ત થયા હતા. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૌધરી બિપિનચંદ્ર ખુશાલભાઇને ૪૬૨૬૪ મતો સાથે બીજા ક્રમે, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના ગામીત પુનાભાઇ ઢેડાભાઇને ૪૫૨૨૪ મતોથી ત્રીજા ક્રમે, જ્યારે નોટા(None of the above-NOTA)ને ૩૭૫૬ મતો સાથે ચોથા ક્રમે, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ગામીત રાકેશભાઇ સુરેશભાઇને ૧૨૮૧ મતો સાથે પાંચમાં ક્રમે, અપક્ષ ઉમેદવાર પટેલ જીમીકુમાર રાજેનભાઇને ૧૧૯૬ મતો સાથે છઠ્ઠા ક્રમે,  ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર ગામીત સુનિલ નાગજીભાઇને ૧૧૧૩ મતો મેળવી સાતમાં ક્રમે, અપક્ષ ઉમેદવાર ગામીત ઉમેદભાઇ ભીમસીંગભાઇને ૭૩૮ મતો સાથે આઠમાં ક્રમે રહ્યા હતા.




સૌથી વધુ ૧૨૪૯ મત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૌધરી બિપિનચંદ્ર ખુશાલભાઇને પ્રાપ્ત થયા હતા.

જયારે ૧૭૧-વ્યારા (અ.જ.જા) બેઠક માટે પોસ્ટલ બેલેટ દ્વારા પ્રાપ્ત થયેલ મતદાન અનુસાર સૌથી વધુ ૧૨૪૯ મત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૌધરી બિપિનચંદ્ર ખુશાલભાઇને પ્રાપ્ત થયા હતા. જયારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંકણી મોહનભાઇ ઢેડાભાઇને ૬૦૯ મત, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના ગામીત પુનાભાઇ ઢેડાભાઇને ૬૮૦, નોટા(None of the above-NOTA)ને ૨૩, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર ગામીત સુનિલ નાગજીભાઇને ૨૩, અપક્ષ ઉમેદવાર પટેલ જીમીકુમાર રાજેનભાઇને ૨૨, અપક્ષ ઉમેદવાર ગામીત ઉમેદભાઇ ભીમસીંગભાઇને ૧૨ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ગામીત રાકેશભાઇ સુરેશભાઇને ૧૦ મત પ્રાપ્ત થયા હતા. આમ ૨૯૬૮ પોસ્ટલ બેલેટમાંથી ૨૬૨૮ મતપત્રો યોગ્ય ઠરાવેલ જ્યારે ૩૪૦ રદ થયેલા ટપાલ પત્રો મળી કુલ-૨૬૨૮ મતો પોસ્ટલ બેલેટ દ્વારા પ્રાપ્ત થયા હતા. 





ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંકણી મોહનભાઇ ઢેડાભાઇ 

આ અનુસાર ૧૭૧-વ્યારા (અ.જ.જા) બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંકણી મોહનભાઇ ઢેડાભાઇ ૬૯૬૩૩ મતો મેળવી તેઓના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૌધરી બિપિનચંદ્ર ખુશાલભાઇને ૪૭૫૧૩ મતો પ્રાપ્ત થતા કુલ ૨૨૧૨૦ મતોની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જીત મેળવી હતી. જેમાં ત્રીજા ક્રમે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના ગામીત પુનાભાઇ ઢેડાભાઇને ૪૫૯૦૪ મતો, ચોથા ક્રમે નોટા(None of the above-NOTA)ને ૩૭૭૯ મતો, પાંચમાં ક્રમે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ગામીત રાકેશભાઇ સુરેશભાઇને ૧૨૯૧, છઠ્ઠા ક્રમે અપક્ષ ઉમેદવાર પટેલ જીમીકુમાર રાજેનભાઇને ૧૨૧૮ મતો, સાતમા ક્રમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર ગામીત સુનિલ નાગજીભાઇને ૧૧૩૬ મતો, અને આઠમા ક્રમે અપક્ષ ઉમેદવાર ગામીત ઉમેદભાઇ ભીમસીંગભાઇને ૭૫૦ મતો મેળવ્યા હતા. આમ ઇવીએમ અને પોસ્ટલ બેલેટ મળી તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા (અ.જ.જા) બેઠક ઉપર કુલ-૧૭૧૨૨૪ મતદાન થયું હતું. 




ઇવીએમ મશીન દ્વારા ૩૦ રાઉન્ડ દ્વારા થયેલ મતગણતરી અનુસાર

૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા બેઠક ઉપર  ઇવીએમ મશીન દ્વારા ૩૦ રાઉન્ડ દ્વારા થયેલ મતગણતરી અનુસાર સૌથી વધુ ૯૬૮૮૬ મતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગામીત ડૉ.જયરામભાઇ ચેમાભાઇને પ્રાપ્ત થયા હતા. જેમાં બીજા ક્રમે ૭૩૬૮૮ મતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ગામીત સુનિલભાઇ રતનજીભાઇને,  ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગામીત અરવિંદભાઇ સીંગાભાઇને ૩૪૭૯૨ મતો, ચોથા ક્રમે અપક્ષ ઉમેદવાર વસાવા મનિષભાઇ પ્રકાશભાઇને ૫૨૩૭ મતો, પાંચમા ક્રમે નોટા(None of the above-NOTA)ને ૪૪૪૧ મતો પ્રાપ્ત થયા, છઠ્ઠા ક્રમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર નાઇક સમીરભાઇ જનકભાઇને ૩૫૮૮ મતો, અને સાતમા ક્રમે અપક્ષ ઉમેદવાર ગામીત વિનાભાઇ બાબલાભાઇને ૧૬૬૨ મતો મેળવ્યા હતા. 





પોસ્ટલ બેલેટ દ્વારા  સૌથી વધુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગામીત અરવિંદભાઇ સીંગાભાઇને ૭૫૬ મતો

જયારે પોસ્ટલ બેલેટ દ્વારા મેળવેલ મતો અનુસાર ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગામીત અરવિંદભાઇ સીંગાભાઇને ૭૫૬ મતો, બીજા ક્રમે  ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ગામીત સુનિલભાઇ રતનજીભાઇને ૪૧૯ મતો, ત્રીજા ક્રમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગામીત ડૉ.જયરામભાઇ ચેમાભાઇને ૩૫૨ મતો પ્રાપ્ત થયા હતા. ચોથા ક્રમે નોટા(None of the above-NOTA)ને ૧૧૦, પાંચમા ક્રમે  ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર નાઇક સમીરભાઇ જનકભાઇને ૧૫, છઠ્ઠા ક્રમે અપક્ષ ઉમેદવાર વસાવા મનિષભાઇ પ્રકાશભાઇને ૧૧ મતો અને સાતમા ક્રમે અપક્ષ ઉમેદવાર ગામીત વિનાભાઇ બાબલાભાઇને ૦૧ મતો મેળવ્યા હતા. આમ ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા બેઠક ઉપર  કુલ પોસ્ટલ બેલેટમાંથી ૩૦૧ મતપત્રો રદ થતા કુલ-૧૮૬૫ મતો પોસ્ટલ બેલેટ દ્વારા પ્રાપ્ત થયા હતા.




આમ ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા બેઠક ઉપર


ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગામીત ડૉ.જયરામભાઇ ચેમાભાઇને સૌથી વધુ ૯૭૪૬૧ મતો મેળવી તેઓના પ્રતિસ્પર્ધી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર ગામીત સુનિલભાઇ રતનજીભાઇને ૯૪૩૦૧ મતો મળતા કુલ- ૨૩૧૬૦ મતોની લીડ મેળવી જીત મેળવી હતી. ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગામીત અરવિંદભાઇ સીંગાભાઇને ૩૫૭૮૧ મતો, ચોથા ક્રમે અપક્ષ ઉમેદવાર વસાવા મનિષભાઇ પ્રકાશભાઇને ૨૫૭૬ મતો, પાંચમાં ક્રમે નોટા(None of the above-NOTA)ને ૪૪૬૫ મતો, છઠ્ઠા ક્રમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર નાઇક સમીરભાઇ જનકભાઇને ૩૬૦૭ મતો, સાતમાં ક્રમે અપક્ષ ઉમેદવાર ગામીત વિનાભાઇ બાબલાભાઇને ૧૬૬૪ મતો મળ્યા હતા.આમ આમ ઇવીએમ અને પોસ્ટલ બેલેટ મળી તાપી જિલ્લાના ૧૭૨-નિઝર (અ.જ.જા) બેઠક ઉપર કુલ- ૨૨૨૫૫૫ મતદાન થયું હતું. 


તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેએ તાપી જિલ્લાની બન્ને બેઠકની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ને અને શાંતિ પુર્ણ માહોલમાં સંપન્ન કરવા બદલ જિલ્લાના તમામ પક્ષો, તેમના કાર્યકરો, ચૂંટણી એજન્ટો, ઉમેદવારો, મીડિયા કર્મીઓ, અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News