તાપી જિલ્લામાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાંથી હજી પણ ખનીજ સંપતીના ચોરટાઓ રેતી ખનન કરી સરકારને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારી ચુપકીદી સેવી માત્ર તમાસો જોઈ રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. ત્યારે તાપી કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ ખાણ ખનીજ વિભાગના અધિકારીના કાન આંબળી રેતી લીઝો મામલે ઝીરો ગ્રાઉન્ડ રીપોર્ટ માંગવી તપાસ હાથ ધારે તે જરૂરી બન્યું છે.
આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ તાપી જિલ્લામાંથી પસાર થતી લોકમાતા (સૂર્યપુત્રી) તાપી નદીના કિનારે આવેલ ખાસ કરીને નિઝર અને કુકરમુંડા તાલુકામાં તાપી નદી કિનારમાં આધુનિક મશીનોનો ઉપયોગ કરી બિન્દાસ્ત પણે બેરોકટોક-આડેધડ રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવા છતાં તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા અહીંના ખનીજ સંપતીના ચોરટાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા કેમ નથી ?? તે એક સવાલ ઉભો થયો છે.
તાપીના નિઝર અને કુકરમુંડામાં ખનીજ સંપતીના ચોરટાઓ ખાણ ખનીજ વિભાગના છુપા આશીર્વાદથી તેમની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં હજી પણ રચ્યા પચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સબ સલામત હોવાનો ડોળ કરતા જ જાય છે. આ વિભાગના આધીકારીએ ચાર્જ સાંભળતાની સાથે જ કેટલાક કોમના લોકોને સ્પેશીયલ સૂર્યપુત્રી તાપી માતાને લુંટવા ધંધે લગાડ્યા હોવાનું રેતી ધંધા સાથે જોડાયેલો લોકોમાં ગણગણાટ શરૂ થયો છે. જોકે તે એક તપાસ વિષય છે.
ખાસ કરીને નિઝર અને કુકરમુંડા માંથી પસાર થતી તાપીનદી કિનારે ચાલતી કેટલીક કાયદેસરની લીઝો અને મોટેભાગની ગેરકાયદેસરની લીઝ ચલાવનારાઓ તાપી કિનારે કોઇપણ જાતની સરકારી લીઝની પરવાનગી નહી હોય ત્યાંથી આ ગેરકાયદેસર રેતીનો વેપલો કરનાર તત્વો ધોડેદહાડે અને મોડીરાત્રે સુધી કોઇપણ જાતની પરવાનગી વિના બિન્દાસ્તપણે રેતી આધુનિક મશીનો દ્વારા ઉલેચીને મોડીસાંજ બાદ ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરી જિલ્લા અને રાજય બાહર સપ્લાય કરી સરકારને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી છે.
આશ્ચર્ય તો ત્યાર થાય કે તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી સમગ્ર બાબતથી ખુબસારી રીતે વાકેફ હોવા છતાં તપાસ નામની પીપુડી વગાડી ટાઇમપાસ કરી રહ્યા છે, અખબારો અને ચેનલોમાં રેતી મુદ્દે સમાચારો પ્રસિદ્ધ થતા ખાણ ખનીજ વિભાગ માત્ર દેખાડો પુરતી કામગીરી કરી ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોરવા સબસલામતના પોકળ દાવા કરી રહ્યા છે.
સૂર્યપુત્રી તાપીનદી કિનારે આધુનિક મશીનો પણ તાપીનદીના પટમાં ઉતારીને દિવસ અને રાત્રીના સમયે રેતીની ચોરી કરવામાં આવી રહી છે.અહીંના વિસ્તારમાં સરકાર દ્વારા કેટલાક લોકોને રેતીની લીઝ આપવામાં આવી તો છે પરંતુ અહીંના લીઝ ધરકો પણ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જગ્યા કરતા વધુ જગ્યાને આવરી લઈ લીઝ માત્ર કાગળ પર અને મનસ્વીપણા હેઠળ તંત્રના અધિકારીઓના મિલીભગતથી રેતી ખનન કરી તમામ સરકારી નીતિનિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે.તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
તમામ નિયમો અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પોતાના ગજવામાં હોય તેવો રોફ રેતી ચોરટાઓ બતાવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ત્યારે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇ યોગ્ય તપાસ કરવાના આદેશ આપે તો અહીંના તાપીનદી કિનારે ચાલતા આ ગેરકાયદે પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચાર સામે તપાસનો રેલો કેટલાય રેતી ચોરટાઓ અને અધિકારીઓને ભરખી જાય તો નવાઈ નહી.ત્યારે જોવાનું એ રહે છેકે આ બાબતને તાપી કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ કેટલી ગંભીરતાથી લઈ છે ?!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application