Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi Breaking news: આજે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા

  • July 24, 2024 

તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને પગલે આજે જિલ્લા સમાહર્તાએ જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવા આદેશ જારી કર્યો છે.

રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય બન્યું છે અને તાપી જિલ્લો તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતા છે અને 26 જુલાઈ સુધી કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.ત્યારે આજરોજ એટલે કે,તા.24મી જુલાઇ નારોજ જિલ્લા માહિતી કચેરી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર અતિભારે વરસાદ ના કારણે તાપી જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં આજ તા. 24/07/2024 ના રોજ રજા જાહેર કરવા માન. કલેક્ટર શ્રીની સૂચના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News