મનિષા સુર્યવંશી/વ્યારા : નિઝરનાં રાયગઢ ગામેથી જાહેરમાં વરલી-મટકાનાં હાર જીતનો જુગાર રમાડનાર એક ઈસમ પોલીસ રેડમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી રાયગઢ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાયગઢ ગામે વનરાજભાઈ કાંતિલાલભાઈ સાટોટે નામનો ઈસમ જાહેરમાં વરલી-મટકાનાં હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર જઇ રેડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો અને તેની પાસેથી કાગળમાં કઈક લખેલ મળી આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે તેનું નામ પુછતા તેણે પોતાનું નામ વનરાજભાઈ કાંતિલાલભાઈ સાટોટે (ઉ.વ.35, રહે. રાયગઢ ગામ, નિઝર)ના હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે કાગળમાં શું લખેલ છે તે પૂછતા વનરાજભાઈએ જણાવ્યું હતું કે આવતા જતા લોકો પાસેથી મુંબઈથી નીકળતા મીલન બજાર વરલી મટકાના આંખોવાળા આંકડો લખી હાર જીતનો જુગાર રમાડવાનું કબૂલ કર્યું હતું. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે વનરાજ સાટોટે વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500