Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : દારૂનાં મુદ્દામાલ સાથે જમાદાર ફળિયાનો યુવક ઝડપાયો

  • May 24, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ નગરનાં જમાદાર ફળિયામાંથી મોપેડ બાઈક ઉપર વગર પાસ પરમીટે વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ મોડી રાત્રે ખાનગી વાહનમાં બેસી સોનગઢ ટાઉનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સોનગઢનાં જમાદાર ફળિયામાં એક ગ્રે કલરની મોપેડ બાઈક ઉપર એક યુવક જેને સફેદ કલરનું શર્ટ પહેરેલ છે અને તેની મોપેડ બાઈકનાં આગળના ભાગે પુંઠાનાં બોક્ષમાં વિદેશી દારૂનો જથ્થો મુકેલ છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ જતા ત્યાં વર્ણન વાળો એક યુવક ગ્રે કલરની મોપેડ બાઈક નંબર જીજે/26/એસી/0630 લઈને ઊભો મળી આવેલ હતો.



ત્યારબાદ પોલીસે મોપેડ ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, જીતેશભાઈ છનાભાઇ ગામીત (રહે.સોનગઢ, નવાગામ, જમાદાર ફળિયું)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મોપેડ બાઈકના આગળના ભાગે જોતા આગળ મુકેલ બે પુંઠાનાં બોક્ષમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ટીન બિયરની કુલ નંગ 48 બોટલો મળી આવી હતી.



આમ, પોલીસે વિદેશી દારૂની ટીન તથા મોપેડ બાઇક મળી કુલ રૂપિયા 24,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application