Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : 12 ગુનામાં વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં

  • September 05, 2023 

સોનગઢ નજીક નવાપુરના લક્કડકોટ ગામે રહેતો ઉદેસિંગ ઉર્ફે બુધીયો રાનીયા ગાવીત દારૂના વેપાર સાથે સંકળાયેલો છે અને સોનગઢનાં આસપાસનાં વિસ્તારમાં બુટલેગરોને દારૂ પૂરો પાડે છે. તેની સામે સોનગઢ પોલીસ મથકે દારૂ બંધી ભંગના કુલ 11 અને વ્યારા પોલીસ સ્ટેશનમાં 1 મળી કુલ 12 ગુના દાખલ થયા હતાં અને હાલ તેને પોલીસના ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તાપી એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, બુધીયો હાલ સોનગઢના ઓટા ચાર રસ્તા વિસ્તારમાં ઉભો છે. જેથી પોલીસ સ્ટાફના માણસોએ ઓટા ચાર રસ્તા પાસેથી બુધિયા ગાવીતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application